Mehsana: કડીનો પોલીસ કોન્સ્ટેબલ અમીન શેખ 80,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Jul 10, 2026 - 13:00
Mehsana: કડીનો પોલીસ કોન્સ્ટેબલ અમીન શેખ 80,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા જિલ્લાના કડી પંથકમાં સરકારી બાબુઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા આચરવામાં આવતા ભ્રષ્ટાચાર સામે એસીબીએ પ્રહાર કર્યો છે. સમગ્ર કેસની વિગત એવી છે કે, એક જાગૃત નાગરિક અને તેમના ભાઈઓ વિરુદ્ધ મહેસાણા જિલ્લાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં એક ગુનાહિત ફરિયાદ નોંધાયેલી હતી. આ ફરિયાદનો કાયદેસરનો નિકાલ કરવા અને તપાસમાં રાહત અપાવવા બહાને કડી પોલીસ સ્ટેશનમાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-3) તરીકે ફરજ બજાવતા અમીન હુસેન મંજુર હુસેન શેખે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો.

મોટી રકમની માંગણી અને એસીબીનું આયોજન

કોન્સ્ટેબલ અમીન શેખે આ કેસની પતાવટના બદલામાં શરૂઆતમાં ફરિયાદી પાસે રૂપિયા 2,00,000/- ની મસમોટી લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી એટલી મોટી રકમ આપવા સક્ષમ ન હોવાથી અને લાંચ આપવા માંગતા ન હોવાથી બંને વચ્ચે ભારે રકઝક થઈ હતી. અંતે, રૂપિયા 80,000/- ની રોકડ રકમ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ફરિયાદીએ આ ભ્રષ્ટાચાર સામે લડત આપવાનું નક્કી કરી તુરંત ગાંધીનગર એસીબી (ACB) પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો અને સમગ્ર હકીકત જણાવી કોન્સ્ટેબલ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી.

જાહેર રોડ પર રંગેહાથ ઝડપાયો, રહસ્યો ઘેરાયા

ફરિયાદના આધારે ગાંધીનગર એસીબીની ટીમે પંચોની હાજરીમાં કડીના ઇરાણા ત્રણ રસ્તાથી કડી તરફ જવાના જાહેર રોડ ઉપર એક ગુપ્ત લાંચનું છટકું ગોઠવ્યું હતું. આયોજન મુજબ જ્યારે ફરિયાદી લાંચની રકમ રૂપિયા 80,000/- આપવા પહોંચ્યા અને આરોપી કોન્સ્ટેબલ અમીન શેખે તે નાણાં પોતાના હાથમાં સ્વીકાર્યા, તે જ ક્ષણે આસપાસ સાદા વેશમાં તૈનાત એસીબીની ટીમે ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો હતો. એસીબીએ લાંચની સંપૂર્ણ રકમ સ્થળ પરથી રિકવર કરી લીધી છે.

આ પણ વાંચો: Rajkot: માત્ર બુલેટ સ્પીડમાં ચલાવવાના વિવાદમાં પિતા-પુત્રોએ કરી યુવાનની હત્યા, એકના એક દીકરાના મોતથી પરિવારમાં આક્રંદ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0