Mehsanaના કડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર 1 કલાકના વરસાદમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડ્યા

Jun 18, 2026 - 22:00
Mehsanaના કડીમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: માત્ર 1 કલાકના વરસાદમાં પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઊડ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે, આ ખુશીની સાથે જ કડી નગરપાલિકાની પોલ પણ સરેઆમ ખૂલી ગઈ છે. માત્ર 1 કલાક પડેલા વરસાદે પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીના લીરેલીરા ઉડાડી દીધા છે. દર વર્ષે ચોમાસા પહેલાં સફાઈ અને વ્યવસ્થાના નામે લાખો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ આ પહેલા જ વરસાદે સાબિત કરી દીધું છે કે તંત્રનો એક્શન પ્લાન માત્ર કાગળ પર જ હતો.

નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા

માત્ર એક જ કલાકના વરસાદમાં કડીના અનેક શહેરી અને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે રસ્તાઓ પર ઠેર-ઠેર કેડસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા હતા. આ આખી સમસ્યા પાછળ નગરપાલિકા દ્વારા ગટર અને નાળાઓની યોગ્ય સફાઈ ન થઈ હોવાનું સામે આવ્યું છે. સફાઈના અભાવે પાણીના નિકાલ માટેની મુખ્ય ગટર લાઈનો ચોકઅપ થઈ ગઈ હતી, જેને લીધે વરસાદી પાણી રોડ પર અને લોકોના ઘર આંગણે ફરી વળ્યા હતા.

તંત્રની નબળી આયોજનબદ્ધતા સામે સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ

કડી શહેરમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ભરાતા પાણીની સમસ્યા નવી નથી. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી પાછળ લાખોનો ખર્ચો દર્શાવવામાં આવે છે, છતાં પરિસ્થિતિ જસની તસ જ રહે છે. યોગ્ય આયોજન અને નિકાસ વ્યવસ્થાના અભાવે સામાન્ય વરસાદમાં પણ આખું શહેર બેટમાં ફેરવાઈ જાય છે. પહેલા જ વરસાદમાં તંત્રની આ નબળી અને બેદરકાર કામગીરી બહાર આવતાં હવે કડીના નાગરિકોમાં પાલિકા પ્રશાસન સામે ભારે આક્રોશ અને નારાજગી જોવા મળી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0