Mankar Sankrati આ પર્વ નું વિશેષ મહત્વ શા માટે છે? જાણો
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે મકર સંક્રાતિ પર્વની ઉજવણીનું માહાત્મય જણાવ્યું. વર્ષમાં બાર સંક્રાંતિઓ હોય છે, જેમાંથી મકરસંક્રાંતિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે ઉત્તરાયણ પુણ્યકાલ અહીંથી શરૂ થાય છે. મકરસંક્રાંતિના આ શુભ પ્રસંગે, આપણે સૂર્ય દેવની આરાધના કરીએ છીએ. જ્યારે શિયાળાની ઋતુ સમાપ્ત થવા લાગે છે, ત્યારે સૂર્યદેવ મકર રાશિમાંથી પસાર થાય છે અને ઉત્તર તરફ વળે છે અને આને ઉત્તરાયણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે આપણે સૂર્ય દેવનું સ્મરણ કરીએ છીએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. ભલે આખું વર્ષ શુભ માનવામાં આવે છે, પરંતુ ઉત્તરાયણનો આ સમયગાળો દેવતાઓનો સમય હોવાથી વધુ શુભ માનવામાં આવે છે.વિવિધ રાજ્યોમાં થાય છે ઉજવણીસદીઓથી આપણે આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ. આ ઉત્તરાયણ કાળ પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને દિલ્હીમાં લોહરી તરીકે, આસામમાં બિહુ તરીકે અને તમિલનાડુમાં પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. આ સમયે, એક પાક લણ્યા પછી, ખેડૂતો બીજા પાક માટે બીજ વાવે છે અને ઉજવણી કરે છે. આ દિવસથી ઠંડી ઓછી થવા લાગે છે અને તે વસંતના આગમનનો પણ સંકેત આપે છે. આ સમયે તલ, શેરડી, મગફળી અને ડાંગર જેવા નવા પાક આવે છે. આ બધાને ભેળવીને, પહેલા દિવસે ખીચડી તૈયાર કરવામાં આવે છે અને પછી બધા તેને એકબીજામાં વહેંચે છે. બીજા દિવસે ગાયની પૂજા પણ કરવામાં આવે છે. જ્યારે નવો પાક આવે છે, ત્યારે તે બધામાં વહેંચવામાં આવે છે અને ખાવામાં આવે છે અને દાન પણ કરવામાં આવે છે.એવું કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગાજી રાજા ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થયા હતા અને તેમના સાઠ હજાર પૂર્વજોને મોક્ષ આપ્યો હતો. ભલે દરેક તહેવારમાં ગંગા સ્નાનનું ખૂબ મહત્વ હોય, પરંતુ મકરસંક્રાંતિ પર ગંગા સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જે લોકો ગંગાજીની નજીક છે, તેઓ ગંગાજીમાં સ્નાન ચોક્કસ કરે છે, પરંતુ જ્યાં ગંગાજી નથી, ત્યાં સમજવું જોઈએ કે ગંગા આપણા પોતાના ઘરમાં છે. મકરસંક્રાંતિ નિમિત્તે ગંગા સ્નાન કરવાનો અર્થ જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરવાનો છે. જ્ઞાન પેઢી દર પેઢી લોકોને સાંત્વના આપે છે અને જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ અને જ્ઞાનમાં જીવીએ છીએ, ત્યારે તેની અસર ફક્ત આપણા સુધી મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓ અને આપણા પૂર્વજો સુધી પણ વિસ્તરે છે.મકરસંક્રાંતિનો ખાસ સંદેશ મકરસંક્રાંતિ પર આપણે તલ અને ગોળની આપ-લે કરીએ છીએ. નાના તલ આપણને યાદ અપાવે છે કે આ બ્રહ્માંડમાં આપણું મહત્વ ફક્ત એક નાના કણ જેટલું છે, તલના બીજ જેવું - લગભગ કંઈ જ નહીં. 'હું કંઈ નથી' એવી લાગણી આપણા અહંકારનો નાશ કરે છે અને આપણી અંદર નમ્રતા લાવે છે. આ 'અકિંચનત્વ' છે જેનો અર્થ થાય છે 'હું કંઈ નથી'. આ દુનિયા અનંત છે. કરોડો અને અબજો તારાઓ છે, જેમાંથી એક સૂર્ય છે; સૌર મંડળમાં ઘણા ગ્રહો છે, જેમાંથી એક પૃથ્વી છે! તો કેટલા બધા લોકો અહીં આવ્યા અને ગયા! જ્યારે આ સમજાય છે કે આપણે આ વિશાળ બ્રહ્માંડમાં કંઈ જ નથી, ત્યારે અહંકાર અને માન્યતાઓ : જે બધી જે સમસ્યાનું કારણ છે, તે દૂર થઈ જાય છે અને આપ નવજાત શિશુ સમાન સહજ બની જાઓ છો. તલનાં પ્રતીક દ્વારા આ સંદેશ મળે છે. તલ-ગોળ ખાઓ અને મધુર બોલો મહારાષ્ટ્રમાં, આ દિવસે લોકો એકબીજાને 'તલ-ગોળ ખાઓ અને મધુર બોલો' કહીને શુભેચ્છા પાઠવે છે. આપણા માટે મિષ્ટાન્ન અનિવાર્ય બની રહે છે કારણ કે જો આપણા શરીરમાં બ્લડ સુગરનું સ્તર નીચે જાય છે તો તેની આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. ગોળ એટલે મીઠાશ; મધુરતા એ જીવનનો આધાર છે. મકરસંક્રાંતિ આપણને સંદેશ આપે છે કે ગોળ જેવી મીઠાશ અને તલ જેવી નમ્રતા બંને આપણા જીવનમાં એક સાથે હોય, તે કેટલું આવશ્યક છે!
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરે મકર સંક્રાતિ પર્વની ઉજવણીનું માહાત્મય જણાવ્યું. વર્ષમાં બાર સંક્રાંતિઓ હોય છે, જેમાંથી મકરસંક્રાંતિ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે ઉત્તરાયણ પુણ્યકાલ અહીંથી શરૂ થાય છે. મકરસંક્રાંતિના આ શુભ પ્રસંગે, આપણે સૂર્ય દેવની આરાધના કરીએ છીએ. જ્યારે શિયાળાની ઋતુ સમાપ્ત થવા લાગે છે, ત્યારે સૂર્યદેવ મકર રાશિમાંથી પસાર થાય છે અને ઉત્તર તરફ વળે છે અને આને ઉત્તરાયણ કહેવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે આપણે સૂર્ય દેવનું સ્મરણ કરીએ છીએ અને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. ભલે આખું વર્ષ શુભ માનવામાં આવે છે, પરંતુ ઉત્તરાયણનો આ સમયગાળો દેવતાઓનો સમય હોવાથી વધુ શુભ માનવામાં આવે છે.
વિવિધ રાજ્યોમાં થાય છે ઉજવણી
સદીઓથી આપણે આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ. આ ઉત્તરાયણ કાળ પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને દિલ્હીમાં લોહરી તરીકે, આસામમાં બિહુ તરીકે અને તમિલનાડુમાં પોંગલ તરીકે ઉજવવામાં આવે છે. આ સમયે, એક પાક લણ્યા પછી, ખેડૂતો બીજા પાક માટે બીજ વાવે છે અને ઉજવણી કરે છે. આ દિવસથી ઠંડી ઓછી થવા લાગે છે અને તે વસંતના આગમનનો પણ સંકેત આપે છે. આ સમયે તલ, શેરડી, મગફળી અને ડાંગર જેવા નવા પાક આવે છે. આ બધાને ભેળવીને, પહેલા દિવસે ખીચડી તૈયાર કરવામાં આવે છે અને પછી બધા તેને એકબીજામાં વહેંચે છે. બીજા દિવસે ગાયની પૂજા પણ કરવામાં આવે છે. જ્યારે નવો પાક આવે છે, ત્યારે તે બધામાં વહેંચવામાં આવે છે અને ખાવામાં આવે છે અને દાન પણ કરવામાં આવે છે.
એવું કહેવાય છે કે મકરસંક્રાંતિના દિવસે ગંગાજી રાજા ભગીરથની તપસ્યાથી પ્રસન્ન થયા હતા અને તેમના સાઠ હજાર પૂર્વજોને મોક્ષ આપ્યો હતો. ભલે દરેક તહેવારમાં ગંગા સ્નાનનું ખૂબ મહત્વ હોય, પરંતુ મકરસંક્રાંતિ પર ગંગા સ્નાનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જે લોકો ગંગાજીની નજીક છે, તેઓ ગંગાજીમાં સ્નાન ચોક્કસ કરે છે, પરંતુ જ્યાં ગંગાજી નથી, ત્યાં સમજવું જોઈએ કે ગંગા આપણા પોતાના ઘરમાં છે. મકરસંક્રાંતિ નિમિત્તે ગંગા સ્નાન કરવાનો અર્થ જ્ઞાનરૂપી ગંગામાં સ્નાન કરવાનો છે. જ્ઞાન પેઢી દર પેઢી લોકોને સાંત્વના આપે છે અને જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ અને જ્ઞાનમાં જીવીએ છીએ, ત્યારે તેની અસર ફક્ત આપણા સુધી મર્યાદિત નથી, પરંતુ ભવિષ્યની પેઢીઓ અને આપણા પૂર્વજો સુધી પણ વિસ્તરે છે.
મકરસંક્રાંતિનો ખાસ સંદેશ
મકરસંક્રાંતિ પર આપણે તલ અને ગોળની આપ-લે કરીએ છીએ. નાના તલ આપણને યાદ અપાવે છે કે આ બ્રહ્માંડમાં આપણું મહત્વ ફક્ત એક નાના કણ જેટલું છે, તલના બીજ જેવું - લગભગ કંઈ જ નહીં. 'હું કંઈ નથી' એવી લાગણી આપણા અહંકારનો નાશ કરે છે અને આપણી અંદર નમ્રતા લાવે છે. આ 'અકિંચનત્વ' છે જેનો અર્થ થાય છે 'હું કંઈ નથી'. આ દુનિયા અનંત છે. કરોડો અને અબજો તારાઓ છે, જેમાંથી એક સૂર્ય છે; સૌર મંડળમાં ઘણા ગ્રહો છે, જેમાંથી એક પૃથ્વી છે! તો કેટલા બધા લોકો અહીં આવ્યા અને ગયા! જ્યારે આ સમજાય છે કે આપણે આ વિશાળ બ્રહ્માંડમાં કંઈ જ નથી, ત્યારે અહંકાર અને માન્યતાઓ : જે બધી જે સમસ્યાનું કારણ છે, તે દૂર થઈ જાય છે અને આપ નવજાત શિશુ સમાન સહજ બની જાઓ છો. તલનાં પ્રતીક દ્વારા આ સંદેશ મળે છે.
તલ-ગોળ ખાઓ અને મધુર બોલો
મહારાષ્ટ્રમાં, આ દિવસે લોકો એકબીજાને 'તલ-ગોળ ખાઓ અને મધુર બોલો' કહીને શુભેચ્છા પાઠવે છે. આપણા માટે મિષ્ટાન્ન અનિવાર્ય બની રહે છે કારણ કે જો આપણા શરીરમાં બ્લડ સુગરનું સ્તર નીચે જાય છે તો તેની આપણા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે. ગોળ એટલે મીઠાશ; મધુરતા એ જીવનનો આધાર છે. મકરસંક્રાંતિ આપણને સંદેશ આપે છે કે ગોળ જેવી મીઠાશ અને તલ જેવી નમ્રતા બંને આપણા જીવનમાં એક સાથે હોય, તે કેટલું આવશ્યક છે!