Mandal:ના વનપરડીથી આલમપુર સુધીનો રોડ વીસ વર્ષે બન્યો અને રોડની ગુણવત્તાને લઈ લોકોમાં રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
માંડલ તાલુકાનું છેવાડાનું વનપરડી ગામથી સુરેન્દ્રનગર જિલ્લાના આલમપુર ગામને જોડતો દોઢ બે કિ.મીનો રોડ તાજેતરમાં નવો બનાવવામાં આવ્યો હતો અને આ રોડ વીસ વર્ષે બન્યો છતાંય સારો બન્યો નથી.
ડામરનો ઉપયોગ ઓછો થયેલ અને હલકી ગુણવત્તાનું મટીરીયલ્સ આ રોડમાં વાપરવામાં આવ્યું હોવાનો વનપરડી ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આજ તા.6 ને સોમવારના રોજ વનપરડીના યુવાનો અને ગ્રામજનો દ્વારા આ રોડ ઉપર જઈને રોડનું મટીરીયલ્સ અને રોડની ગુણવત્તાની ચકાસણી કરી તેનો વિડીયો બનાવીને વાયરલ કર્યો હતો. ગ્રામજનોએ આ રોડની કામગીરીમાં ભષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો અને રોડ ઉપર બેસીને એક દિવસ પહેલાં બનેલ રોડનું બેસણું યોજી, રામધૂન બોલાવીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ રોડ બાબતે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, માર્ગ-મકાન વિભાગ, મુખ્યમંત્રી અને સરકારના રોડ વિભાગમાં પણ લેખિત રજુઆત કરીને જાણ કરાઈ છે અને રોડની યોગ્ય તપાસ થાય, જવાબદાર લોકો સામે કાર્યવાહી થાય અને રોડની કામગીરી યોગ્ય રીતે થાય તેવી માંગ કરી છે.
What's Your Reaction?






