Mandal: સીમમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા 11 શખ્સોને દબોચ્યા

Jul 13, 2025 - 03:30
Mandal: સીમમાં બાવળની ઝાડીમાં જુગાર રમતા 11 શખ્સોને દબોચ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ માંડલ વિસ્તારમાં તા.11મીએ રાત્રિના સુમારે પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે હે.કો.ઈસ્માઈલબેગ મીરઝા અને પો.કો. ચમન જાદવને બાતમી મળેલ કે માંડલ પોલીસ મથકની હદમાં વોકળાની બાજુમાં આવેલ સીમ ખેતરમાં બાવળની ઝાડીમાં કેટલાંક ઈસમો દ્વારા ગંજીપાના-પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડી રહેલ છે. જે આધારે હકીકતવાળી જગ્યાએ જઈ એલસીબીએ છાપો મારતાં મહંમદ નાગોરી, સચિનભાઈ પાધરેયા, ભાવેશ પરમાર, ગલાભાઈ રાવળ, અયુબભાઈ વેપારી, કાંતીભાઈ ભરવાડ, કરીમખાન બલોચ, મહેબુબભાઈ પરમાર, ફકીરમહંમદ વેપારી, ગુ.મયોદ્દીન બેલીમ તમામ રહે.દસાડા, જિ.સુરેન્દ્રનગર અને ઈસ્માઈલભાઈ કછોડ રહે.માંડલની અટકાયત કરીને અંગઝડતીમાંથી રૂ.26030, દાવ પરથી રૂ. 580 અને 9 નંગ મોબાઈલ મળીને કુલ રૂ. 39,000નો મુદ્દામાલ કબજે લઈ એલસીબીએ જુગારીઓ સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0