Mandal News: રાહતદરની દુકાનની જર્જરિત દીવાલ અચાનક કડડભૂસ થતા મહિલાનું મોત નિપજ્યું

માંડલ તાલુકાના માનપુરા ગામની ઘટનાની પોલીસે તપાસ આદરી , બેને ઈજાએક દિવાલ ધરાશાયી થતાં બે લોકો ઈજાગ્રસ્ત અને 1 મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું દીવાલના કાટમાળ તળે દટાતા કિશોરી અને પુરુષને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા  અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાના માનપુરા ગામે શનિવારે સવારે એક દિવાલ ધરાશાયી થતાં બે લોકો ઈજાગ્રસ્ત અને 1 મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. વિઠલાપુર પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારમાં આવતાં માનપુરા ગામે બનેલી ઘટનાની વધુમાં મળતી માહિતી અનુસાર માનપુરા ગામે સવારના સુમારે એક રહેણાંક મકાનનું સમારકામ કરવા સારૂ મકાનની પાછળ આવેલ દિનદયાળ ગ્રાહક ભંડાર(સસ્તા અનાજ)નું જુનું જર્જરિત મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી. વધુમાં મળતી માહિતી અનુસાર રહેણાંક મકાનની સાઈડની દિવાલે દિવાલને પ્લાસ્ટર કરવાનું હોઈ મહિલા અને તેમની સાથે પુરુષ જેઓ રેતી,કપચીના કોઈ કામ અર્થે સસ્તાં અનાજ વાળાની જુના મકાન તરીકે ઓળખાતાં જમીનમાં ગયેલ અને સાઈડની દિવાલે પ્લાસ્ટર કામ માટે તરાપો પણ બાંધેલો જણાઈ આવ્યું હતું. પરંતુ કમનસીબે સમારકામ માટે આવેલ મહિલા અને નાની કિશોરી તેમજ તેમની સાથે કામ કરવા આવેલ પુરુષ આ કામ શરૂ કરે ત્યાં દીનદયાળ ગ્રાહક ભંડાર વાળા જુના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી અને તેમાં આ ત્રણ લોકો દટાયાં હોવાની ઘટના બનતાં આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવેલ અને એમ્બ્યુલન્સ ટીમને બોલાવી લીધેલ આ ઘટનાને લઈ 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દિવાલ ધસી આવતાં દટાયેલ ત્રણ લોકોને બહાર કાઢી ચંદ્રિકાબેન મનુજી ઠાકોર (ઉ.વ.35) રહે.માનપુરાઓને 108માં ફરજ બજાવતાં ડોક્ટરે તપાસીને મરણ જાહેર કરેલ હતાં. જોકે વિઠલાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકનું વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું. જ્યારે એમ્બ્યુલન્સ ટીમે કિશોરી મનીષા અને ફતેસિંગ નામના બંને વ્યક્તિને સારવાર અર્થે વિરમામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં.

Mandal News: રાહતદરની દુકાનની જર્જરિત દીવાલ અચાનક કડડભૂસ થતા મહિલાનું મોત નિપજ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • માંડલ તાલુકાના માનપુરા ગામની ઘટનાની પોલીસે તપાસ આદરી , બેને ઈજા
  • એક દિવાલ ધરાશાયી થતાં બે લોકો ઈજાગ્રસ્ત અને 1 મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું
  • દીવાલના કાટમાળ તળે દટાતા કિશોરી અને પુરુષને ઈજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા

 અમદાવાદ જિલ્લામાં માંડલ તાલુકાના માનપુરા ગામે શનિવારે સવારે એક દિવાલ ધરાશાયી થતાં બે લોકો ઈજાગ્રસ્ત અને 1 મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું.

વિઠલાપુર પોલીસ સ્ટેશનની હદ્દ વિસ્તારમાં આવતાં માનપુરા ગામે બનેલી ઘટનાની વધુમાં મળતી માહિતી અનુસાર માનપુરા ગામે સવારના સુમારે એક રહેણાંક મકાનનું સમારકામ કરવા સારૂ મકાનની પાછળ આવેલ દિનદયાળ ગ્રાહક ભંડાર(સસ્તા અનાજ)નું જુનું જર્જરિત મકાનની દિવાલ અચાનક ધરાશાયી થતા દોડધામ મચી જવા પામી હતી.

વધુમાં મળતી માહિતી અનુસાર રહેણાંક મકાનની સાઈડની દિવાલે દિવાલને પ્લાસ્ટર કરવાનું હોઈ મહિલા અને તેમની સાથે પુરુષ જેઓ રેતી,કપચીના કોઈ કામ અર્થે સસ્તાં અનાજ વાળાની જુના મકાન તરીકે ઓળખાતાં જમીનમાં ગયેલ અને સાઈડની દિવાલે પ્લાસ્ટર કામ માટે તરાપો પણ બાંધેલો જણાઈ આવ્યું હતું. પરંતુ કમનસીબે સમારકામ માટે આવેલ મહિલા અને નાની કિશોરી તેમજ તેમની સાથે કામ કરવા આવેલ પુરુષ આ કામ શરૂ કરે ત્યાં દીનદયાળ ગ્રાહક ભંડાર વાળા જુના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી અને તેમાં આ ત્રણ લોકો દટાયાં હોવાની ઘટના બનતાં આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવેલ અને એમ્બ્યુલન્સ ટીમને બોલાવી લીધેલ આ ઘટનાને લઈ 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દિવાલ ધસી આવતાં દટાયેલ ત્રણ લોકોને બહાર કાઢી ચંદ્રિકાબેન મનુજી ઠાકોર (ઉ.વ.35) રહે.માનપુરાઓને 108માં ફરજ બજાવતાં ડોક્ટરે તપાસીને મરણ જાહેર કરેલ હતાં. જોકે વિઠલાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકનું વિરમગામ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યું હતું. જ્યારે એમ્બ્યુલન્સ ટીમે કિશોરી મનીષા અને ફતેસિંગ નામના બંને વ્યક્તિને સારવાર અર્થે વિરમામની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં.