Makar Sankranti 2025: વાસી ઉત્તરાયણના દિવસે પણ પતંગબાજો વચ્ચે જામ્યું આકાશી યુદ્ધ!

ઉત્તરાયણનું પર્વ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયું હતું. ગુજરાતીઓએ પતંગ, ચીક્કી, ઉંધીયુ, ફાફડા, જલેબી અને ચિક્કીની ખુબ જ જયાફતો માણી હતી. જો કે ઉતરાયણનું પર્વ પૂર્ણ થઇ ચુક્યું છે. જો કે હંમેશા ઉજવણીનું કોઇને કોઇ બહાનું શોધી લેતા અમદાવાદીઓએ ઉતરાયણમાં પણ વર્ષો પહેલા છટકબાકી શોધી લીધી હતી. આ છટકબારી હવે લગભગ ગુજરાતના ખુણે ખુણા સુધી પહોંચી ચુકી છે.અમદાવાદથી શરૂ થયેલો વાસી ઉત્તરાયણનો કોન્સેપ્ટ હવે લગભગ ગુજરાતના દરેક ખુણે ખુણા સુધી પહોંચી ગયો છે. ગુજરાતનાં મોટા ભાગના નગરો અને મહાનગરોમાં વાસી ઉત્તરાયણ હવે ઉજવાતી થઇ ગઇ છે. મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ આ દિવસે અધિકારીક રીતે રજા આપતી થઇ છે. આજે આ વાસી ઉત્તરાયણ માટે સમગ્ર ગુજરાત ફરી એકવાર ધાબે ચડી ગયું છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં આજે વાસી ઉતરાયણની ઉજવણી ચાલી રહી છે. ઉત્તરાયણ બાદ વાસી ઉતરાયણના દિવસે પણ લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ઉતરાયણના દિવસે દાન કરવાનું અનેરૂ મહાત્મયધાબાઓ પર આજે પણ વહેલી સવારથી જ ચિક્કી, શેરડી અને નાસ્તાની જયાફતોઉડી રહી છે. બીજી તરફ કાપ્યો જ છે... લપેટ... ઉતરી જજોની બુમો સાંભળવા મળી રહી છે. લોકોના ઘરે ઉંધિયાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સમગ્ર ગુજરાતમાં વાસી ઉત્તરાયણ માટે ભારે ઉત્સાહનો માહોલ છે. ઠેર ઠેર પતંગરસિકો દ્વારા પતંગ અને દોરીની ખરીદી પણ કરવામાં આવી રહી છે.

Makar Sankranti 2025: વાસી ઉત્તરાયણના દિવસે પણ પતંગબાજો વચ્ચે જામ્યું આકાશી યુદ્ધ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ઉત્તરાયણનું પર્વ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવાયું હતું. ગુજરાતીઓએ પતંગ, ચીક્કી, ઉંધીયુ, ફાફડા, જલેબી અને ચિક્કીની ખુબ જ જયાફતો માણી હતી. જો કે ઉતરાયણનું પર્વ પૂર્ણ થઇ ચુક્યું છે. જો કે હંમેશા ઉજવણીનું કોઇને કોઇ બહાનું શોધી લેતા અમદાવાદીઓએ ઉતરાયણમાં પણ વર્ષો પહેલા છટકબાકી શોધી લીધી હતી. આ છટકબારી હવે લગભગ ગુજરાતના ખુણે ખુણા સુધી પહોંચી ચુકી છે.

અમદાવાદથી શરૂ થયેલો વાસી ઉત્તરાયણનો કોન્સેપ્ટ હવે લગભગ ગુજરાતના દરેક ખુણે ખુણા સુધી પહોંચી ગયો છે. ગુજરાતનાં મોટા ભાગના નગરો અને મહાનગરોમાં વાસી ઉત્તરાયણ હવે ઉજવાતી થઇ ગઇ છે. મોટી મોટી કોર્પોરેટ કંપનીઓ પણ આ દિવસે અધિકારીક રીતે રજા આપતી થઇ છે. આજે આ વાસી ઉત્તરાયણ માટે સમગ્ર ગુજરાત ફરી એકવાર ધાબે ચડી ગયું છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં આજે વાસી ઉતરાયણની ઉજવણી ચાલી રહી છે. ઉત્તરાયણ બાદ વાસી ઉતરાયણના દિવસે પણ લોકોમાં એટલો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉતરાયણના દિવસે દાન કરવાનું અનેરૂ મહાત્મય

ધાબાઓ પર આજે પણ વહેલી સવારથી જ ચિક્કી, શેરડી અને નાસ્તાની જયાફતોઉડી રહી છે. બીજી તરફ કાપ્યો જ છે... લપેટ... ઉતરી જજોની બુમો સાંભળવા મળી રહી છે. લોકોના ઘરે ઉંધિયાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. સમગ્ર ગુજરાતમાં વાસી ઉત્તરાયણ માટે ભારે ઉત્સાહનો માહોલ છે. ઠેર ઠેર પતંગરસિકો દ્વારા પતંગ અને દોરીની ખરીદી પણ કરવામાં આવી રહી છે.