Makar-Sankranti: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી

Jan 14, 2025 - 09:00
Makar-Sankranti: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં, પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં છે. જેમાં પરિવાર અને કાર્યકર્તાઓ સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં ઉત્તરાયણની ઉજવણી કરશે. મળતી માહિતી મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તરાયણથી લઈને 3 દિવસ સુધી ગુજરાતના પ્રવાસે છે. જેમાં તેઓ ઉત્તરાયણની તો મજા માણશે જ સાથે જ આ 3 દિવસમાં તેઓ કરોડોના વિકાસના કાર્યોનું પણ લોકાર્પણ કરવાના છે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાત આવ્યા છે. આજથી એટલે કે 14,15,16 જાન્યુઆરી એમ 3 દિવસ અમિત શાહ ગુજરાતમાં મુલાકાતે આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકરસંક્રાંતિમાં કાર્યકરોના ઘરે જઈને પતંગ ચગાવતા હોય છે. આ વર્ષે પણ તેઓ કાર્યકરો સાથે પતંગોત્સવની મજા માણશે. 

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદમાં

  • પરિવાર અને કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી
  • સવારે 10:45 વાગ્યે મેમનગરમાં પતંગોત્સવમાં જોડાશે
  • 11:15 વાગ્યે ઘાટલોડિયામાં આવાસનું ખાતમુહૂર્ત
  • ગુજરાત પોલીસ આવાસ નિગમનું કરશે ખાતમુહૂર્ત
  • 12 વાગ્યે જગન્નાથ મંદિરમાં દર્શન - પૂજા કરશે
  • બપોરે 3:45 વાગ્યે રાણીપમાં પતંગોત્સવમાં જોડાશે
  • 4:15 વાગ્યે સાબરમતી વોર્ડમાં પતંગોત્સવમાં જોડાશે

ઉત્તરાયણના પર્વની શરૂઆત થઇ છે. આ દરમિયાન ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિત શાહનો કાર્યક્રમ યોજાશે. ઉતરાયણના દિવસે સવારે 10:45 વાગ્યે મેમનગરમાં પતંગોત્સવમાં જોડાશે ત્યારબાદ 11:15 વાગ્યે ઘાટલોડિયામાં આવાસનું ખાતમુહૂર્ત અને ગુજરાત પોલીસ આવાસ નિગમનું ખાતમુહૂર્ત કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 12 વાગ્યે જગન્નાથ મંદિરમાં દર્શન - પૂજા કરશે. બપોરે 3:45 વાગ્યે રાણીપમાં પતંગોત્સવમાં જોડાશે. 4:15 વાગ્યે સાબરમતી વોર્ડમાં પતંગોત્સવમાં જોડાશે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0