Mahisagarમાં અકસ્માતમાં પિતા-પુત્રીનું મોત, કાર ચાલકે લીધા હતા અડફેટે

મહીસાગરમાં અકસ્માતમાં પિતા-પુત્રીના મોત થયા હોવાની વાત સામે આવી છે,કાર ચાલકે પિતા-પુત્રીને અડફેટે લેતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ખાનપુરના ગાંધીયાના મુવાડા નજીક અકસ્માત સર્જાયો હતો,પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથધરી છે.કારચાલકે અડફેટે લેતા પિતા-પુત્રીના મોત મહીસાગરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં 2 ના મોત થયા હોવાની વાત સામે આવી છે,ખાનપુર તાલુકા ગાંધીયાના મુવાડા પાસે આ ઘટના બનતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા સાથે સાથે બાકોર બાબલીયા હાઇવે પર કાર ચાલકે બાઇક સવારને અડફેટે લઈને પોતે પણ ફરાર થાય તે પહેલા લોકોએ તેને ઝડપી પાડયો હતો,સાથે સાથે પોલીસે મૃતદેહની ઓળખ કરીને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. વલસાડમાં પણ સર્જાયો અકસ્માત પારડીના અરનાલા ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 848 પરથી પુરપાટ ઝડપે જતા આઇસર ટેમ્પો નં GJ-15-AT-1169 અને પિકઅપ ટેમ્પો નં GJ-19-Y-4451 વચ્ચે જોરદાર ટક્કર હતી.આ અકસ્માતમાં પિકટેમ્પોનો ખુરડો વળી ગયો હતો. આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. 16 દિવસ પહેલા પણ મહીસાગરમાં સર્જાયો હતો અકસ્માત મહીસાગર જિલ્લામાં ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી જિલ્લાના લુણાવાડા સંતરામપુર હાઇવે માર્ગ ઉપર આવેલા મૂળજીની ઉકાડી ગામે પીકઅપ સ્ટેન્ડ પાસે એક એસટી બસ સીએનજીનો ટેમ્પો અને એકટીવા વચ્ચે ગામ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા આખુ ટેમ્પો નીચે ઘૂસી ગયું હતું અને વળી ગયો હતો. આ બનાવમાં એકટીવા પર સવાર પતિ પત્ની અને ચાર વર્ષના બાળકને ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી હતી.

Mahisagarમાં અકસ્માતમાં પિતા-પુત્રીનું મોત, કાર ચાલકે લીધા હતા અડફેટે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહીસાગરમાં અકસ્માતમાં પિતા-પુત્રીના મોત થયા હોવાની વાત સામે આવી છે,કાર ચાલકે પિતા-પુત્રીને અડફેટે લેતા આ ઘટના બની હોવાની વાત સામે આવી છે,ખાનપુરના ગાંધીયાના મુવાડા નજીક અકસ્માત સર્જાયો હતો,પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી છે અને અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.પોલીસે કાર ચાલકની અટકાયત કરી છે અને પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ હાથધરી છે.

કારચાલકે અડફેટે લેતા પિતા-પુત્રીના મોત

મહીસાગરમાં બાઇક અને કાર વચ્ચે અકસ્માતમાં 2 ના મોત થયા હોવાની વાત સામે આવી છે,ખાનપુર તાલુકા ગાંધીયાના મુવાડા પાસે આ ઘટના બનતા આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા સાથે સાથે બાકોર બાબલીયા હાઇવે પર કાર ચાલકે બાઇક સવારને અડફેટે લઈને પોતે પણ ફરાર થાય તે પહેલા લોકોએ તેને ઝડપી પાડયો હતો,સાથે સાથે પોલીસે મૃતદેહની ઓળખ કરીને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો છે અને પીએમ થયા બાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે.

વલસાડમાં પણ સર્જાયો અકસ્માત

પારડીના અરનાલા ગામેથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 848 પરથી પુરપાટ ઝડપે જતા આઇસર ટેમ્પો નં GJ-15-AT-1169 અને પિકઅપ ટેમ્પો નં GJ-19-Y-4451 વચ્ચે જોરદાર ટક્કર હતી.આ અકસ્માતમાં પિકટેમ્પોનો ખુરડો વળી ગયો હતો. આ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા.

16 દિવસ પહેલા પણ મહીસાગરમાં સર્જાયો હતો અકસ્માત

મહીસાગર જિલ્લામાં ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી જિલ્લાના લુણાવાડા સંતરામપુર હાઇવે માર્ગ ઉપર આવેલા મૂળજીની ઉકાડી ગામે પીકઅપ સ્ટેન્ડ પાસે એક એસટી બસ સીએનજીનો ટેમ્પો અને એકટીવા વચ્ચે ગામ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા આખુ ટેમ્પો નીચે ઘૂસી ગયું હતું અને વળી ગયો હતો. આ બનાવમાં એકટીવા પર સવાર પતિ પત્ની અને ચાર વર્ષના બાળકને ઇજા પહોંચી હતી. સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી હતી.