Mahesana: મહેસાણામાં કેટલાં બાળલગ્ન અટકાવાયાં તેનાથી ખુદ અધિકારી અજાણ!
મહેસાણા જિલ્લામાં સમાજ સુરક્ષા અને બાળ લગ્ન પ્રતિબંધક વિભાગ તરફથી પાછલા વર્ષમાં જિલ્લાના 10 તાલુકામાં કેવી કામગીરી કરવામાં આવી છે તે તેનાથી ખુદ તેમના મહિલા અધિકારી જ અજાણ છે.જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં તંત્ર દ્વારા કેટલા બાળ લગ્ન અટકાવાયાં અને બાળ લગ્ન થવા પાછળના કારણ શું છે તે અંગેની વિગતો સમાજ કલ્યાણ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને મેળવીને લગત કામગીરી કરવાની હોય છે. પરંતુ, અહીં કચેરીમાં આવો કોઈ જ રેકર્ડ ઉપલબ્ધ ન હોય તેમ કચેરી તરફથી કોઈ જ વિગતો જાહેર કરવામાં આવતી નથી. જો કે, ઉચ્ચ કક્ષાએથી આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો કચેરીના અધિકારી તેમજ અન્ય કર્મચારીઓએ કરેલા કથિત ગોટાળા સામે આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે. શહેરના બહુમાળી ભવનમાં આવેલી સમાજ કલ્યાણ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીમાં જિલ્લાના 10 તાલુકા મથકોમાં છેલ્લા એક વર્ષમાં કેટલા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે? તેની વિગતો મુખ્ય અધિકારી પાસે જ નથી. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે નાબાલીક અવસ્થામાં જ અનેક છોકરા-છોકરીઓ સપંર્કમાં આવતા હોય છે અને તેમના વચ્ચે પ્રણય સંબંધો બંધાતા હોય છે અને બાદમાં તેઓ પરિવારને જાણ કર્યા વગર ભાગી જતા હોવાના અનેક દાખલા જોવા મળી રહ્યા છે. સમાજમાં ગંભીર બની ગયેલી ભાગેડું લગ્નની સમસ્યા અનેક પરિવારને પીડા આપી રહી છે. જેથી સામાજિક રીત રિવાજોથી બંધાયેલા રૂઢી ચુસ્ત પરિવારો બાલ્યા અવસ્થામાં જ દીકરા-દીકરીના લગ્ન કરી દેતા હોય છે. જે લગ્ન અટકાવવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની નિમણૂંક કરવામાં આવેલી હોય છે. પરંતુ, મહેસાણામાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ છેલ્લા એક વર્ષમાં કેટલા આવા લગ્ન અટકાવ્યા તે અંગેની વિગતો જાહેર કરવાનું અગમ્ય કારણોસર ટાળી રહ્યા છે. 14મી જાન્યુઆરી પછી લગ્નની સિઝન આવે ત્યારે ખબર પડશે કેટલાં બાળલગ્ન થાય છે : બાળલગ્ન પ્રતિબંધક અધિકારી બહુમાળી કચેરી સ્થિત સમાજ કલ્યાણ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ જણાવ્યું હતું કે, 14, જાન્યુઆરી પછી કમુરતા ઉતરે લગ્નસરાની સીઝન ચાલુ થાય એટલે અમારી કચેરી દ્વારા તપાસ કરવામાં આવશે અને જો એમાં કોઈ બાળ લગ્ન મળ આવશે તો તે અંગેની કાર્યવાહી કરીને વિગતો જાહેર કરાશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા જિલ્લામાં સમાજ સુરક્ષા અને બાળ લગ્ન પ્રતિબંધક વિભાગ તરફથી પાછલા વર્ષમાં જિલ્લાના 10 તાલુકામાં કેવી કામગીરી કરવામાં આવી છે તે તેનાથી ખુદ તેમના મહિલા અધિકારી જ અજાણ છે.
જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં તંત્ર દ્વારા કેટલા બાળ લગ્ન અટકાવાયાં અને બાળ લગ્ન થવા પાછળના કારણ શું છે તે અંગેની વિગતો સમાજ કલ્યાણ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને મેળવીને લગત કામગીરી કરવાની હોય છે. પરંતુ, અહીં કચેરીમાં આવો કોઈ જ રેકર્ડ ઉપલબ્ધ ન હોય તેમ કચેરી તરફથી કોઈ જ વિગતો જાહેર કરવામાં આવતી નથી. જો કે, ઉચ્ચ કક્ષાએથી આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે તો કચેરીના અધિકારી તેમજ અન્ય કર્મચારીઓએ કરેલા કથિત ગોટાળા સામે આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે.
શહેરના બહુમાળી ભવનમાં આવેલી સમાજ કલ્યાણ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરીમાં જિલ્લાના 10 તાલુકા મથકોમાં છેલ્લા એક વર્ષમાં કેટલા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા છે? તેની વિગતો મુખ્ય અધિકારી પાસે જ નથી. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના વધતા પ્રભાવ વચ્ચે નાબાલીક અવસ્થામાં જ અનેક છોકરા-છોકરીઓ સપંર્કમાં આવતા હોય છે અને તેમના વચ્ચે પ્રણય સંબંધો બંધાતા હોય છે અને બાદમાં તેઓ પરિવારને જાણ કર્યા વગર ભાગી જતા હોવાના અનેક દાખલા જોવા મળી રહ્યા છે. સમાજમાં ગંભીર બની ગયેલી ભાગેડું લગ્નની સમસ્યા અનેક પરિવારને પીડા આપી રહી છે.
જેથી સામાજિક રીત રિવાજોથી બંધાયેલા રૂઢી ચુસ્ત પરિવારો બાલ્યા અવસ્થામાં જ દીકરા-દીકરીના લગ્ન કરી દેતા હોય છે. જે લગ્ન અટકાવવા માટે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની નિમણૂંક કરવામાં આવેલી હોય છે. પરંતુ, મહેસાણામાં બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ છેલ્લા એક વર્ષમાં કેટલા આવા લગ્ન અટકાવ્યા તે અંગેની વિગતો જાહેર કરવાનું અગમ્ય કારણોસર ટાળી રહ્યા છે.
14મી જાન્યુઆરી પછી લગ્નની સિઝન આવે ત્યારે ખબર પડશે કેટલાં બાળલગ્ન થાય છે : બાળલગ્ન પ્રતિબંધક અધિકારી બહુમાળી કચેરી સ્થિત સમાજ કલ્યાણ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીએ જણાવ્યું હતું કે, 14, જાન્યુઆરી પછી કમુરતા ઉતરે લગ્નસરાની સીઝન ચાલુ થાય એટલે અમારી કચેરી દ્વારા તપાસ કરવામાં આવશે અને જો એમાં કોઈ બાળ લગ્ન મળ આવશે તો તે અંગેની કાર્યવાહી કરીને વિગતો જાહેર કરાશે.