Mahesana: મગફળી, કપાસ, એરંડા પલળી જતા નુકસાન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખરીફ પાકો જુવાર, કપાસ, મગફળીને ભારે નુકસાન થયું છે. સાંસદ હરિભાઈ પટેલે કૃષિ અને પશુપાલન મંત્રીને કમોસમી વરસાદથી થયેલ નુકસાનનું વળતર ચુકવવા લેખિતમાં રજૂઆત કરી છે. સાંસદ હરિભાઈ પટેલે રજૂઆત કરી છે કે, ચોમાસામાં પણ વરસાદ સતત ચાલુ રહેવાથી નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતો સમયસર વાવણી કરી શક્યા નથી. જેથી ખેડૂતોને પાક ઉત્પાદનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. અચાનક પડેલા આ કમોસમી વરસાદથી ઉ.ગુજરાતના ખેડૂતો પાયમાલ થયા છે. ખેડૂતોને સહાય મળે તે માટે સાંસદે કૃષિ અને પશુપાલન મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે. ઉ.ગુજરાતમાં 18,08,000 હેકટરમાં બાજરી, મગ, મઠ, મગફળી, એરંડા, કપાસ, ગવાર, શાકભાજી અને ઘાસચારાનું વાવેતર થયું છે. મહેસાણા જિલ્લામાં એરંડા 1,03,000 હેકટર, કપાસ 27,800 હેકટર, ગવાર 12,200, શાકભાજી 14,000 હેકટર વાવેતરને અચાનક પડેલા આ કમોસમી વરસાદથી પાકને ભારે નુકશાન પહોંચ્યું છે. કપાસ, એરંડા અને મગફળી અને શાકભાજી સહિતના પાકોને મોટુ નુકસાન પહોંચ્યું છે. સરકાર ખેડૂતોને આ નુકસાની માટે વળતર આપે તેવી લાગણી ખેડૂતોમાં પ્રવર્તી રહી છે. કમોસમી વરસાદથી તૈયાર થયેલ પાકોને જેવા કે કપાસ, જુવાર અને મગફળીને વધુ નુકશાન પહોંચ્યું છે. મહેસાણા જિલ્લામાં ઘાસચારા માટેના જુવાર સહિતના પાકોના પુળા પલળી જતાં પશુપાલકોને ઘાસચારા માટે તંગી ઉભી થશે. પશુપાલકો અને ખેડૂતોને પડતા ઉપર કુદરતે પાટુ મારતા ખેડૂતો અને પશુપાલકો વધુ દેવાદાર બની રહ્યા છે.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

