Mahesana: પત્નીના પ્રેમ પ્રકરણે બિઝનેસમેન પતિનો સુખી સંસાર ભાંગ્યો, પરિવાર છોડી પ્રેમી સાથે ગઈ!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સંસ્કારો ખૂટતા હાલના આ યુગમાં પારિવારિક લાગણીઓ છિન્નભિન્ન થઈ રહી છે. જોકે સામાજિક સંજોગો એટલેથી જ ન અટકતા મહેસાણા પંથકમાં 2 બાળકોની માતાએ ગાર્ડનમાં મળતા એક અપરિણીત યુવક સાથે પ્રેમ કરી બિઝનેસમેન પતિનો સુખી સંસાર તોડી પાડી પ્રેમી સાથે ચાલતી થઈ હતી. સમગ્ર મામલે મહેસાણા મહિલા સહાયતા કેન્દ્ર દ્વારા સમાધાન અને મહિલાના રક્ષણ માટે અથાગ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.
મહેસાણાના પોલીસ સ્ટેશન બેઇઝ સપોર્ટ સેન્ટરમાં એક બિઝનેસમેન પતિ પોતાની પત્ની સાથે આવ્યો હતો. ત્યારે પત્નીએ તેને કોઈ એક યુવક દ્વારા હેરાનગતિ કરાતી હોવા મામલે રજુઆત કરી હતી. જેથી મહિલાની રજુઆત આધારે PBSCના કાઉન્સેલર હેતલ પરમાર દ્વારા તે યુવકને સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યો હતો. તે યુવક આવતા જ મહિલાએ પોતાનો અસલી રંગ બતાવતા તે યુવક તેનો પ્રેમી અને પોતે તેની પ્રેમિકા હોવાનુ જણાવ્યું હતું. જે જાણી ત્યાં હાજર તમામ લોકો ચોંકી ઉઠયા હતા. જે બાદ મહિલાના પતિએ સમગ્ર મામલે ખુલાસો કરતા તેની પત્ની ગાર્ડનમાં જતા તેનાથી 4 વર્ષ નાના આ અપરિણીત યુવકના સંપર્કમાં આવી હતી. જેથી તેમને શંકા જતા તપાસ કરી તો પત્ની અને તે યુવક વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલુ હતું. પોતાને સગીર વયના 2 બાળકો હોવા છતાં એક માતા અને પત્નીની જવાબદારી ન સંભાળતી હોઈ તેઓ તેના આડા સબંધોમાં પરિવારમાં મોટી સમસ્યા ઉભી થઇ હોવાના સમાધાન માટે ત્યાં આવ્યા હતા. જે વિગતો જાણી કાઉન્સેલર દ્વારા મહિલા અને તેના પ્રેમીને કાઉન્સેલિંગ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરાયો હતો.
મહિલાને સુખી ઘર સંસાર અને 2 બાળકો હોવાનું સુખ તેમજ પરિવારની જવાબદરી હોવાના અનેક પ્રેરણાત્મક ઉદાહરણો આપી સમસ્યાના સમાધાન માટે પ્રયાસો કરાયા હતા. જેથી મહિલા પ્રેમી સાથે સબંધો તોડી પરિવાર સાથે શાંતિથી રહેવા સંમત પણ થતી હતી. પરંતુ તેના પ્રેમી સામે જોતા જ તે પાછી પોતાના પરિવારથી મોં ફેરવી લઈ પ્રેમી સાથે જવા જીદ કરતી હતી. મહિલાના સાસરિયાઓ અને પિયરીયાઓને પણ સેન્ટર ખાતે બોલાવી મહિલાના પ્રેમ પ્રકરણના સામાજિક પ્રશ્નોના હલ માટે પ્રયાસા કરાયા હતા. તેમ છતાં મહિલા તે યુવકના પ્રેમમાં આંધળી બની જતા તેની સાથે જ જવા માંગતી હતી. મહિલાના સાસરિયાઓ અને પિયરીયાઓએ પણ તે પ્રેમી સાથે જાય તો તેની સાથેના તમામ સંબંધો તોડી દેવાનું સ્પષ્ટ કરી દીધું હતું. સામે મહિલાએ પણ પોતે તેમની પાસે કોઈ હક દાવો નહિ કરે અને સબંધો તોડી દીધા હોવાનું લેખિત આપ્યું હતું. જે બાદ તે તેના પ્રેમી સાથે ગઈ હતી. તો એક પિતા પોતાના 2 બાળકો સાથે પરિવાર દુઃખી બની પોતાના ઘરે પરત ર્ફ્યા હતા. મહિલાની એક ગેરસમજને કારણે તેના બાળકો અને પતિનું જીવન નિરાશામય બન્યું હતું.
What's Your Reaction?






