Mahesana: કાલરી ગામના સર્વાંગી વિકાસ માટે પેવર સ્ટ્રીટ અને આંગણવાડી કેન્દ્રના નિર્માણનું ખાતમુહૂર્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બહુચરાજી તાલુકાના કાલરી ગામના વિકાસ અને ગ્રામજનોની સુખાકારીને ધ્યાનમાં રાખીને મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ દ્વારા સામાજિક જવાબદારી અંતર્ગત નાણાકીય વર્ષ 2026-27 માટે પેવર સ્ટ્રીટ તેમજ આંગણવાડી કેન્દ્રના નિર્માણકાર્યની ભૂમિપૂજન વિધિ સાથે શરૂઆત કરવામાં આવી હતી.
પેવર સ્ટ્રીટના નિર્માણથી ગામના આંતરિક રસ્તાઓ વધુ સુવિધાજનક અને મજબૂત બનશે. ખાસ કરીને ચોમાસા દરમિયાન કાદવ અને પાણી ભરાવાની સમસ્યામાં રાહત મળવાની આશા છે. નવા આંગણવાડી કેન્દ્રના નિર્માણથી ગામના બાળકોને શિક્ષણ, પોષણ અને બાળવિકાસ માટે વધુ સુવિધાયુક્ત વાતાવરણ મળશે. જરૂરી પાયાની સુવિધાઓ સાથે આંગણવાડી કેન્દ્ર તૈયાર થતાં બાળકો તેમજ વાલીઓને તેનો લાભ મળશે. નિર્માણકાર્યની શુભ શરૂઆત પ્રસંગે ગ્રામજનો, આગેવાનો તથા સંબંધિત પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડની આ લોકહિતકારી પહેલને ગ્રામજનોએ આવકારી કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો. કાલરી ગામના સરપંચ પૃથ્વીસિંહ સોલંકીએ પણ ગામના વિકાસ માટે પેવર સ્ટ્રીટ અને આંગણવાડી કેન્દ્રના નિર્માણની કામગીરી હાથ ધરવા બદલ મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આવી લોકહિતકારી કામગીરીથી ગ્રામજનોને લાંબા સમય સુધી લાભ મળશે અને ગામના વિકાસને નવી દિશા મળશે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

