Mahesana: બહુચરાજી માતાજીના મંદિરના પુનર્નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન તેમજ પૂજા અર્ચના કરી પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા 76.51 કરોડના ખર્ચે મંદિરનું પુનર્નિર્માણ મંદિરનું પુનઃનિર્માણ કરી શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારવામાં આવશેમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનર્નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ ત્રણેય ફેઝની કામગીરીનું નિરીક્ષણ કર્યુ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિર પુનર્નિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણેય ફેઝની સમગ્ર પુનર્નિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું. મુખ્યમંત્રીએ દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યુ મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યુ હતું. બહુચરાજી મંદિરના પુનર્નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીના આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા. વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, યજ્ઞેશ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ એસ. છાકછુઆક, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડો. હસરત જૈસમીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિખરની ઊંચાઈ વધારવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, બહુચરાજી માતાજીના મંદિરના પુનનિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા 76.51 કરોડના ખર્ચે શ્રી બહુચરાજી માતાજી મંદિરનું પુનનિર્માણ કરી શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારવામાં આવશે.

Mahesana: બહુચરાજી માતાજીના મંદિરના પુનર્નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન તેમજ પૂજા અર્ચના કરી
  • પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા 76.51 કરોડના ખર્ચે મંદિરનું પુનર્નિર્માણ
  • મંદિરનું પુનઃનિર્માણ કરી શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારવામાં આવશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિરના પુનર્નિર્માણના પ્રથમ ફેઝની કામગીરીનું ખાતમુહૂર્ત શાસ્ત્રોક્ત વિધિથી સંપન કર્યુ હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બહુચરાજી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ બહુચર માતાજીની પૂજા અર્ચના કરીને જન સુખાકારીની પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રીએ ત્રણેય ફેઝની કામગીરીનું નિરીક્ષણ કર્યુ

યાત્રાધામ બહુચરાજીમાં બહુચર માતાના મંદિર પુનર્નિર્માણનો સમગ્ર નકશો મુખ્યમંત્રી સમક્ષ પ્રવાસન વિભાગ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ મંદિર પરિસર સહિત ત્રણેય ફેઝની સમગ્ર પુનર્નિર્માણ કામગીરીની બાબતોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યુ હતું.


મુખ્યમંત્રીએ દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યુ

મુખ્યમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓ તેમજ સ્થાનિકોનું ઉમળકાભેર અભિવાદન ઝીલ્યુ હતું. બહુચરાજી મંદિરના પુનર્નિર્માણની પ્રથમ ફેઝની કામગીરીના આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત પણ જોડાયા હતા.


વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મંત્રી રજનીભાઈ પટેલ, રાજ્ય સભા સાંસદ મયંકભાઈ નાયક, લોકસભા સાંસદ હરિભાઈ પટેલ, ધારાસભ્ય સુખાજી ઠાકોર, અગ્રણી ગીરીશભાઈ રાજગોર, વર્ષાબેન દોશી, યજ્ઞેશ દવે, પ્રવાસન વિભાગના સચિવ રાજેન્દ્ર કુમાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ એસ. છાકછુઆક, ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ડો. હસરત જૈસમીન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


શિખરની ઊંચાઈ વધારવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે, બહુચરાજી માતાજીના મંદિરના પુનનિર્માણની પ્રથમ ફેઝની કામગીરી અંતર્ગત રૂપિયા 76.51 કરોડના ખર્ચે શ્રી બહુચરાજી માતાજી મંદિરનું પુનનિર્માણ કરી શિખરની ઊંચાઈ 86 ફૂટ 1 ઇંચ સુધી વધારવામાં આવશે.