Mahemadavadના આમસરણ ગામે શાળાએ જતા 11 વર્ષના માસૂમ પર વીજપોલ પડતા કરુણ મોત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આમસરણ ગામમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગામમાં બનેલી એક અણધારી અને કરુણ દુર્ઘટનામાં 11 વર્ષના એક માસૂમ બાળકનું વીજપોલ નીચે દબાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ અકસ્માતને પગલે સમગ્ર આમસરણ ગામમાં ગમગીની વ્યાપી ગઈ છે અને પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
શાળાએ જતી વખતે જ કાળ આંબી ગયો
દુર્ઘટનાનો ભોગ બનનાર 11 વર્ષીય અજયકુમાર યાદવ આમસરણ ગામની જ પ્રાથમિક શાળામાં ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. રોજની જેમ આજે સવારે આશરે 10 વાગ્યે તે પોતાના ઘરેથી ખુશખુશાલ ચહેરે શાળાએ જવા માટે નીકળ્યો હતો. માસૂમ બાળકને સહેજ પણ અંદાજ નહોતો કે શાળાના રસ્તે જ મોત તેનો ઈન્તઝાર કરી રહ્યું છે. તે હજુ રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ તેના પર અચાનક કાળ ત્રાટક્યો હતો.
ડાળી કાપવાની બેદરકારી અને વીજપોલ ધરાશાયી
આ અકસ્માત પાછળ ઝાડની ડાળીઓ કાપવાની કામગીરી દરમિયાન થયેલી ચૂક જવાબદાર હોવાનું સામે આવ્યું છે. ગામમાં વીજ લાઈનની એકદમ નજીક આવેલા એક લીલા ઝાડની ડાળીઓ કાપવાનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક મોટી ડાળી અચાનક હાઈટેન્શન વીજ લાઈન પર જઈ પડી હતી. ડાળીના ભારે વજનના કારણે લોડ આવતા જ જર્જરિત વીજપોલ મૂળમાંથી ઉખડીને બરાબર ત્યાંથી પસાર થઈ રહેલા અજયકુમાર પર પડ્યો હતો, જેના ભારે વજન નીચે દબાઈ જવાથી અજયનું ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.પોલીસ કાફલો ઘટનાસ્થળે અને કાયદાકીય તપાસ
આ ગંભીર હોનારતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને મહેમદાવાદ પોલીસને જાણ કરી હતી. પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ સંભાળી હતી. પોલીસે માસૂમ બાળકના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ અર્થે મહેમદાવાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. વનવિભાગ કે વીજ કંપનીના કર્મચારીઓની કોઈ બેદરકારી છે કે કેમ, તે દિશામાં પોલીસે ગુન્હો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

