LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત

Mar 12, 2026 - 23:00
LPG અછતની અસર હવે મધ્યાહન ભોજન પર: આણંદની શાળામાં ગેસની તંગી અંગે આચાર્યની તંત્રને રજૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

LPG shortage In Gujarat: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે રાજ્યમાં સર્જાયેલી LPG ગેસની અછત હવે સરકારી શાળાઓ સુધી પહોંચી છે. આણંદ જિલ્લાની એક શાળાએ મધ્યાહન ભોજન યોજના (PM પોષણ યોજના) ખોરવાય નહીં તે માટે અત્યારથી જ વહીવટી તંત્ર પાસે ગેસ સિલિન્ડરની માગ કરી છે.

શાળાના આચાર્યની રજૂઆત

આણંદ જિલ્લાની આસોદર પ્રાથમિક કન્યા શાળાના આચાર્ય દ્વારા આ ગંભીર મુદ્દે લેખિત પત્ર લખવામાં આવ્યો છે. શાળાના આચાર્યે ગેસ એજન્સીને પત્ર લખીને જણાવ્યું છે કે, માર્ચ 2026થી શાળાના મધ્યાહન ભોજન માટે પુરવઠામાં 6 રાંધણગેસના સિલિન્ડરની ફાળવણી તાત્કાલિક ધોરણે કરવામાં આવે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0