Love Jihadમાં 31 યુવતીઓને ફસાવનાર આરોપી મોહમદ જહેબાઝને લઈ થયો મોટો ખુલાસો
ગુજરાતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,જેમાં પોલીસે આરોપી મોહમદ જહેબાઝની ધરપકડ કરી છે,આ આરોપી આર્મી જવાનની ઓળખ આપી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો,સાથે સાથે આરોપી પાસેથી નકલી આર્મી કાર્ડ મળી આવ્યું છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,મોહમદ જહેબાઝ ખાને 31 યુવતીઓને ટાર્ગેટ કરી પોતાની જાળમાં ફસાઈ છે. અમદાવાદ રેલવે પોલીસે આરોપીની કરી ધરપકડ અમદાવાદમાં વંદે ભારત ટ્રેનમાં બેગની ચોરી થઈ હતી તે દરમિયાન પોલીસને મુસાફર તરફથી ફરિયાદ મળી હતી,પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા સામે આવ્યું કે લવ જેહાદનો આરોપી ચોરી પણ કરતો હતો.પોલીસે તેનો સંપર્ક કરીને તેને અમદાવાદ રેલવે પોલીસની ઓફીસે બોલાવ્યો અને આરોપીએ તે સમયે તેની ઓળખ આર્મી મેન કરીને આપી હતી,અને ચોરી કરેલી બેગ પોલીસને પરત પણ કરી દીધી હતી,પરંતુ પોલીસને તેની બોલી પર શંકા જતા તેને ફરી તપાસ માટે બોલાવ્યો તેમાં સામે આવ્યું કે આરોપી મુસ્લિમ છે અને તેણે નકલી આર્મીમેનનું કાર્ડ બનાવ્યું છે. ધર્મપરિવર્તન કરવા દબાણ કરતો આરોપી પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી યુવતીઓને ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરતો હતો અને તેમને મળીને જાળમાં ફસાવતો હતો,પોલીસની તપાસ ચાલતી હતી તે દરમિયાન આરોપીના ફોન પર એક યુવતીનો ફોન આવે છે અને તે ફોન પોલીસ ઉપાડે છે,ત્યારે પોલીસે યુવતીને આખી કહાની સંભળાવી હતી ત્યારે યુવતીના પગ જમીન પરથી સરકી ગયા હતા,પોલીસે અત્યારસુધી આ કેસમાં 10થી વધુ યુવતીઓનો સંપર્ક કર્યો છે અને તેમને પૂછપરછ માટે પણ બોલાવી છે. મહિલાઓને ફસાવવા દેશ ભરમાં ફરતો હતો આરોપી ગુજરાત સિવાય ભારતમાં અલગ-અલગ જગ્યાએ ફરતો હતો અને સોશિયલ મિડીયાના માધ્યમથી યુવતીઓનો સંપર્ક કરતો હતો,ગુજરાતની છોકરીઓ તેમજ ભારતના અલગ-અલગ રાજયની છોકરીઓને તે ટાર્ગેટ કરતો હતો,પોલીસ આ તપાસને લઈ વધુ ખુલાસા ભવિષ્યમાં કરશે.આરોપી યુવતી સાથે પ્રેમભરી વાતો કરીને દુષ્કર્મ આચરતો અને મુસ્લિમ ધર્મને લઈ માહિતી પણ આપતો હતો.આરોપીને લઈ તપાસમાં સામે આવ્યું છે કે,યુવતી સાથે તે રૂપિયા પણ લેતો હતો. આરોપી કોઇ સંગઠન સાથે જોડાયેલો છે કે કેમ તેને લઈ તપાસ કરાશે પોલીસની તપાસ હજી પતી નથી પરંતુ આરોપીના જન્મથી લઈ અત્યારસુધીની તમામ માહિતી પોલીસ એકત્રિત કરાઈ રહી છે,આરોપીનો ફોન જપ્ત કરીને તેને તપાસ માટે એફએસેલમાં પણ મોકલાય તો નવાઈ નહી,આરોપી કોઈ મુસ્લિમ સંગઠન સાથે જોડાયો છે કે નહી તેને લઈ પણ તપાસ કરવામાં આવશે.કોઈ વ્યકિત કે કોઈ સંગઠન આ આરોપીને રૂપિયાનું ફંડિગ કરતું હતુ કે નહી તેને લઈ તપાસ હાથધરાશે. પોલીસને કઈ રીતે ખબર પડી કે આરોપી મુસ્લિમ છે ચોરીના કેસમાં આરોપીને તપાસ માટે બોલાવ્યો અને પોલીસે આર્મીનું કાર્ડ માંગ્યું તો તેમાં હર્ષિત ચૌધરી નામ હતુ,પરંતુ પોલીસને તેની બોલી મુસ્લિમ જેવી લાગી હતી જેને લઈ કડક પૂછપરછ કરતા આરોપીએ કબૂલ્યું કે તે મુસ્લિમ છે અને મુસ્લિમ ધર્મ નિભાવી રહ્યો છે. યુવતીઓ સચેત થઈ જાવ ગુજરાતમાં લવ જેહાદને લઈ ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં આરોપીઆર્મી જવાનની ઓળખ આપી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો.આરોપી યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો અને તેની સાથે બ્લેક મેઈલ પણ કરતો હોવાની વાત સામે આવી છે,ગુજરાત જ નહી પરંતું ભારતની અલગ-અલગ છોકરીઓને તેણે મામુ બનાવી છે અને લવ જેહાદ કર્યુ હોવાની વાત સામે આવી છે.આરોપી મોહમદ જહેબાઝખાન વિરુદ્ધ અગાઉ પણ પાંચથી વધારે ગુનાઓ નોંધાયા છે. મોહમદ જહેબાઝ ખાને 31 યુવતીઓને કરી ટાર્ગેટ આરોપીએ અત્યાર સુધી 31 યુવતીઓને ટાર્ગેટ કરી છે,પરંતુ જયારે એક આર્મી ઓફિસરની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી ત્યારે પાપનો ઘડો ફૂટી ગયો હતો,આર્મી મેનની દિકરીએ તપાસ કરાવતા સામે આવ્યું કે આરોપી કોઈ આર્મી મેન નથી અને તેણે સમગ્ર ઘટના પોલીસને જણાવી,પોલીસે આ કેસને ધ્યાને લઈ તપાસ કરી તો સામે આવ્યું કે આરોપીએ તો એક નહી પણ 31 યુવતીઓને ભોગ બનાવી છે.હર્ષિત ચૌધરી નામથી મુસ્લિમ યુવક યુવતીઓને ટાર્ગેટ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આરોપી મૂળ અમદાવાદના જમાલપુરનો રહેવાસી આરોપી મોહમદ જહેબાઝખાન અમદાવાદના જમાલપુરનો રહેવાસી છે અને સોશિયલ મિડીયા મારફતે નકલી અને ખોટા એકાઉન્ટ બનાવીને તે યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો.અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને પ્રેમજાળમાં ફસાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.અમદાવાદ અમદાવાદ રેલવે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે,તો અગામી સમયમાં આરોપીને લઈ કોર્ટમાં રિમાન્ડ પણ માંગવામાં આવશે અને વધુ કડક કાર્યવાહી હાથધરવામાં આવશે. જાણો શું છે લવ જેહાદ કાયદો કાયદાની જોગવાઇનો ભંગ કરનારને ઓછામાં ઓછા 3 વર્ષ અને મહત્તમ 5 વર્ષ સુધીની કેદ તથા ઓછામાં ઓછા 2 લાખનો દંડ થશે. જ્યારે સગીર, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિ સાથે સંબંધના કેસમાં 4થી 7 વર્ષ સુધીની કેદ અને 3 લાખ રૂપિયાનો દંડ થશે.લવ-જેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે. કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ માટેની તપાસ નાયબ પોલીસ અધીક્ષકથી ઊતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં, એવી જોગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે,જેમાં પોલીસે આરોપી મોહમદ જહેબાઝની ધરપકડ કરી છે,આ આરોપી આર્મી જવાનની ઓળખ આપી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો,સાથે સાથે આરોપી પાસેથી નકલી આર્મી કાર્ડ મળી આવ્યું છે.પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે,મોહમદ જહેબાઝ ખાને 31 યુવતીઓને ટાર્ગેટ કરી પોતાની જાળમાં ફસાઈ છે.
અમદાવાદ રેલવે પોલીસે આરોપીની કરી ધરપકડ
અમદાવાદમાં વંદે ભારત ટ્રેનમાં બેગની ચોરી થઈ હતી તે દરમિયાન પોલીસને મુસાફર તરફથી ફરિયાદ મળી હતી,પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા સામે આવ્યું કે લવ જેહાદનો આરોપી ચોરી પણ કરતો હતો.પોલીસે તેનો સંપર્ક કરીને તેને અમદાવાદ રેલવે પોલીસની ઓફીસે બોલાવ્યો અને આરોપીએ તે સમયે તેની ઓળખ આર્મી મેન કરીને આપી હતી,અને ચોરી કરેલી બેગ પોલીસને પરત પણ કરી દીધી હતી,પરંતુ પોલીસને તેની બોલી પર શંકા જતા તેને ફરી તપાસ માટે બોલાવ્યો તેમાં સામે આવ્યું કે આરોપી મુસ્લિમ છે અને તેણે નકલી આર્મીમેનનું કાર્ડ બનાવ્યું છે.
ધર્મપરિવર્તન કરવા દબાણ કરતો આરોપી
પોલીસની તપાસમાં સામે આવ્યું કે આરોપી યુવતીઓને ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરતો હતો અને તેમને મળીને જાળમાં ફસાવતો હતો,પોલીસની તપાસ ચાલતી હતી તે દરમિયાન આરોપીના ફોન પર એક યુવતીનો ફોન આવે છે અને તે ફોન પોલીસ ઉપાડે છે,ત્યારે પોલીસે યુવતીને આખી કહાની સંભળાવી હતી ત્યારે યુવતીના પગ જમીન પરથી સરકી ગયા હતા,પોલીસે અત્યારસુધી આ કેસમાં 10થી વધુ યુવતીઓનો સંપર્ક કર્યો છે અને તેમને પૂછપરછ માટે પણ બોલાવી છે.
મહિલાઓને ફસાવવા દેશ ભરમાં ફરતો હતો
આરોપી ગુજરાત સિવાય ભારતમાં અલગ-અલગ જગ્યાએ ફરતો હતો અને સોશિયલ મિડીયાના માધ્યમથી યુવતીઓનો સંપર્ક કરતો હતો,ગુજરાતની છોકરીઓ તેમજ ભારતના અલગ-અલગ રાજયની છોકરીઓને તે ટાર્ગેટ કરતો હતો,પોલીસ આ તપાસને લઈ વધુ ખુલાસા ભવિષ્યમાં કરશે.આરોપી યુવતી સાથે પ્રેમભરી વાતો કરીને દુષ્કર્મ આચરતો અને મુસ્લિમ ધર્મને લઈ માહિતી પણ આપતો હતો.આરોપીને લઈ તપાસમાં સામે આવ્યું છે કે,યુવતી સાથે તે રૂપિયા પણ લેતો હતો.
આરોપી કોઇ સંગઠન સાથે જોડાયેલો છે કે કેમ તેને લઈ તપાસ કરાશે
પોલીસની તપાસ હજી પતી નથી પરંતુ આરોપીના જન્મથી લઈ અત્યારસુધીની તમામ માહિતી પોલીસ એકત્રિત કરાઈ રહી છે,આરોપીનો ફોન જપ્ત કરીને તેને તપાસ માટે એફએસેલમાં પણ મોકલાય તો નવાઈ નહી,આરોપી કોઈ મુસ્લિમ સંગઠન સાથે જોડાયો છે કે નહી તેને લઈ પણ તપાસ કરવામાં આવશે.કોઈ વ્યકિત કે કોઈ સંગઠન આ આરોપીને રૂપિયાનું ફંડિગ કરતું હતુ કે નહી તેને લઈ તપાસ હાથધરાશે.
પોલીસને કઈ રીતે ખબર પડી કે આરોપી મુસ્લિમ છે
ચોરીના કેસમાં આરોપીને તપાસ માટે બોલાવ્યો અને પોલીસે આર્મીનું કાર્ડ માંગ્યું તો તેમાં હર્ષિત ચૌધરી નામ હતુ,પરંતુ પોલીસને તેની બોલી મુસ્લિમ જેવી લાગી હતી જેને લઈ કડક પૂછપરછ કરતા આરોપીએ કબૂલ્યું કે તે મુસ્લિમ છે અને મુસ્લિમ ધર્મ નિભાવી રહ્યો છે.
યુવતીઓ સચેત થઈ જાવ
ગુજરાતમાં લવ જેહાદને લઈ ચૌંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.જેમાં આરોપીઆર્મી જવાનની ઓળખ આપી યુવતીઓને ટાર્ગેટ કરતો હતો.આરોપી યુવતીને ફસાવી તેની સાથે દુષ્કર્મ આચરતો હતો અને તેની સાથે બ્લેક મેઈલ પણ કરતો હોવાની વાત સામે આવી છે,ગુજરાત જ નહી પરંતું ભારતની અલગ-અલગ છોકરીઓને તેણે મામુ બનાવી છે અને લવ જેહાદ કર્યુ હોવાની વાત સામે આવી છે.આરોપી મોહમદ જહેબાઝખાન વિરુદ્ધ અગાઉ પણ પાંચથી વધારે ગુનાઓ નોંધાયા છે.
મોહમદ જહેબાઝ ખાને 31 યુવતીઓને કરી ટાર્ગેટ
આરોપીએ અત્યાર સુધી 31 યુવતીઓને ટાર્ગેટ કરી છે,પરંતુ જયારે એક આર્મી ઓફિસરની દીકરીને પ્રેમ જાળમાં ફસાવી ત્યારે પાપનો ઘડો ફૂટી ગયો હતો,આર્મી મેનની દિકરીએ તપાસ કરાવતા સામે આવ્યું કે આરોપી કોઈ આર્મી મેન નથી અને તેણે સમગ્ર ઘટના પોલીસને જણાવી,પોલીસે આ કેસને ધ્યાને લઈ તપાસ કરી તો સામે આવ્યું કે આરોપીએ તો એક નહી પણ 31 યુવતીઓને ભોગ બનાવી છે.હર્ષિત ચૌધરી નામથી મુસ્લિમ યુવક યુવતીઓને ટાર્ગેટ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
આરોપી મૂળ અમદાવાદના જમાલપુરનો રહેવાસી
આરોપી મોહમદ જહેબાઝખાન અમદાવાદના જમાલપુરનો રહેવાસી છે અને સોશિયલ મિડીયા મારફતે નકલી અને ખોટા એકાઉન્ટ બનાવીને તે યુવતીઓને પોતાની જાળમાં ફસાવતો હતો.અલીગઢની આર્મી ઓફિસરની દીકરીને પ્રેમજાળમાં ફસાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે.અમદાવાદ અમદાવાદ રેલવે પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે,તો અગામી સમયમાં આરોપીને લઈ કોર્ટમાં રિમાન્ડ પણ માંગવામાં આવશે અને વધુ કડક કાર્યવાહી હાથધરવામાં આવશે.
જાણો શું છે લવ જેહાદ કાયદો
કાયદાની જોગવાઇનો ભંગ કરનારને ઓછામાં ઓછા 3 વર્ષ અને મહત્તમ 5 વર્ષ સુધીની કેદ તથા ઓછામાં ઓછા 2 લાખનો દંડ થશે. જ્યારે સગીર, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિ સાથે સંબંધના કેસમાં 4થી 7 વર્ષ સુધીની કેદ અને 3 લાખ રૂપિયાનો દંડ થશે.લવ-જેહાદના કિસ્સામાં કેટલીક વ્યક્તિઓ ગુનો કરવામાં મદદગારી કરનાર સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને પગલાં લેવામાં આવશે. કેટલાક કિસ્સામાં બિનજામીનપાત્ર ગુનો પણ બનશે. આ માટેની તપાસ નાયબ પોલીસ અધીક્ષકથી ઊતરતા દરજ્જાના હોય તેવા અધિકારી કરી શકશે નહીં, એવી જોગવાઈ પણ વિશેષ રીતે કરવામાં આવી છે.