Local Body Elections 2026: 'મત કે લીયે કુછ ભી કરેગા'! રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારો આવી રીતે કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર

Apr 24, 2026 - 13:00
Local Body Elections 2026: 'મત કે લીયે કુછ ભી કરેગા'! રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારો આવી રીતે કરી રહ્યા છે ચૂંટણી પ્રચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ખાસ કરીને વોર્ડ નં. 8 માં કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોને આકર્ષવા માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવાર રણજિત મૂંધવા અને મેહુલ પટેલ કોઈ મોટા કાફલા વગર સામાન્ય જનતાની વચ્ચે પહોંચી રહ્યા છે.

સ્કૂટર અને માઇક: જનતાનો અવાજ જનતા સુધી

મોંઘા વાહનો કે બગીને બદલે બંને ઉમેદવારો સામાન્ય સ્કૂટર પર સવાર થઈને નીકળ્યા હતા. સ્કૂટર પર જ માઇક બાંધીને તેઓ શેરીએ-ગલીએ ફરી રહ્યા છે. આ અનોખો અંદાજ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઉમેદવારોનું માનવું છે કે, સામાન્ય માણસની મુશ્કેલીઓ સમજવા માટે તેમની વચ્ચે સામાન્ય રીતે જ જવું જોઈએ.

ટ્રાફિક નિયમોનું પાલન અને સુરક્ષાનો સંદેશ

પ્રચારની સાથે સાથે આ ઉમેદવારો એક સામાજિક સંદેશ પણ આપી રહ્યા છે. રણજિત મૂંધવા અને મેહુલ પટેલ બંનેએ હેલ્મેટ પહેરીને જ બાઈક પર પ્રચાર કરવાનું પસંદ કર્યું છે. રાજકીય રેલીઓમાં અવારનવાર ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડતા હોય છે, ત્યારે કોંગ્રેસના આ ઉમેદવારોએ કાયદાનું પાલન કરીને એક આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

છેલ્લી ઘડીનું એડીચોટીનું જોર

રાજકોટની તમામ બેઠકો પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. આજે સાંજે 6 કલાકે પ્રચારના પડઘમ શાંત થઈ જશે, તે પહેલા તમામ ઉમેદવારો મતદારો સુધી પહોંચવા મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. ઘરે-ઘરે જઈને સંપર્ક કરવા પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે.


આ પણ વાંચો - Local body election : આજે સાંજથી ચૂંટણી પ્રચાર થશે બંધ, 9274 બેઠકો પર 25551 ઉમેદવારો વચ્ચે ખેલાશે ચૂંટણી જંગ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0