Local Body Elections 2026: મહેસાણા ચૂંટણીમાં 'અટક'નું રાજકારણ, પાટીદારોના વોટ લેવા પ્રજાપતિ ઉમેદવારે સ્લીપમાં લખ્યું 'પટેલ', સોશિયલ મીડિયામાં મચ્યો હોબાળો!

Apr 23, 2026 - 18:30
Local Body Elections 2026: મહેસાણા ચૂંટણીમાં 'અટક'નું રાજકારણ, પાટીદારોના વોટ લેવા પ્રજાપતિ ઉમેદવારે સ્લીપમાં લખ્યું 'પટેલ', સોશિયલ મીડિયામાં મચ્યો હોબાળો!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જીત મેળવવા માટે ઉમેદવારો સામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવતા હોય છે, પરંતુ મહેસાણામાં એક અનોખો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 8 માં ભાજપના એક મહિલા ઉમેદવારે પાટીદાર મતદારોને રીઝવવા માટે પોતાની અસલ અટક 'પ્રજાપતિ' ના બદલે 'પટેલ' લખેલી સ્લીપો વહેંચી હોવાનો આક્ષેપ થતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

શું છે સમગ્ર વિવાદ?

મહેસાણાના વોર્ડ નંબર 8 માં પાટીદાર મતદારોનું પ્રભુત્વ વધારે છે. આ વોર્ડમાં ભાજપના પેનલના ઉમેદવાર મિતલબેન હર્ષદભાઈ પ્રજાપતિ ચૂંટણી લડી રહ્યા છે. જોકે, સોશિયલ મીડિયા અને ઘરે-ઘરે વહેંચવામાં આવેલી પ્રચાર સ્લીપોમાં તેમનું નામ 'મિતલબેન હર્ષદભાઈ પટેલ' લખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પાટીદારોના મતો પોતાની તરફ ખેંચવા માટે આ પ્રકારે અટક બદલીને મતદારોને ગેરમાર્ગે દોરવાનું ષડયંત્ર હોવાનો વિરોધ પક્ષો અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

જાતિ બદલીને વોટ બેંક તોડવાનો પ્રયાસ?

મતદાર યાદી અને સત્તાવાર દસ્તાવેજોમાં જે ઉમેદવારની અટક પ્રજાપતિ છે, તેમણે પ્રચાર સ્લીપમાં પટેલ અટકનો ઉપયોગ કરતા અનેક સવાલો ઉભા થયા છે. વિરોધ પક્ષોનું કહેવું છે કે, આ માત્ર ટેકનિકલ ભૂલ નથી પણ મતદારો સાથે છેતરપિંડી છે. મતો લેવા માટે ભાજપે ઉમેદવારની જાતિ જ બદલી નાખી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.

હવે જોવાનું એ રહેશે કે, આ મામલે ચૂંટણી પંચ કોઈ કાયદેસરની કાર્યવાહી કરે છે કે કેમ, પરંતુ હાલ તો મહેસાણાના રાજકારણમાં "અટક બદલવા"નો આ વિષય ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.


આ પણ વાંચો - Local Body Elections 2026: "કોંગ્રેસ હારના ડરથી બહાના શોધે છે", મતદાર યાદીના વિવાદમાં ભાજપ પ્રવક્તા અનિલ પટેલનું મોટું નિવેદન!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0