Local Body Elections 2026: દાહોદ ભાજપની કડક કાર્યવાહી, પક્ષ વિરોધી કાર્યવાહી કરવા બદલ 6 હોદ્દેદારને કર્યા સસ્પેન્ડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા શિસ્તભંગના મામલે લાલ આંખ કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ હોવાના આક્ષેપ સાથે ગરબાડા તાલુકાના 6 જેટલા દિગ્ગજ હોદ્દેદારો અને ઉમેદવારોને પક્ષમાંથી પડતા મૂકવામાં આવ્યા છે. આ આકરી કાર્યવાહીને પગલે દાહોદના રાજકારણમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
પૂર્વ સમિતિ ચેરમેન સહિતના હોદ્દેદારો પર પડી ગાજ
ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધારીયાએ આ કાર્યવાહી કરી છે. પક્ષ વિરૂદ્ધ જઈને કામ કરનારા આ તમામ નેતાઓને આગામી 5 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા હોદ્દેદારોની યાદી નીચે મુજબ છે.
- કમલેશ માવી: જિલ્લા પંચાયત પૂર્વ શિક્ષણ સમિતિ ચેરમેન
- રમીલાબેન ભુરીયા: જિલ્લા મહિલા મોરચા ઉપપ્રમુખ
- માનાભાઈ હઠીલા: ગરબાડા મંડળ ઉપપ્રમુખ
- વિક્રમ ભાભોર: ગરબાડા એસ.ટી. મોરચા પ્રમુખ
- લલિતભાઈ પરમાર: મંડળ કારોબારી સભ્ય
- પ્રદિપભાઈ ભુરીયા: શક્તિ કેન્દ્ર સંયોજક
શિસ્ત તોડનાર સામે પ્રદેશ ભાજપની કડક કાર્યવાહી
ચૂંટણી ટાણે જ પક્ષમાં આંતરિક વિખવાદ અને પક્ષ વિરોધી કામગીરીને ભાજપ હાઈકમાન્ડે ગંભીરતાથી લીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નેતાઓ પક્ષના સત્તાવાર ઉમેદવારોને નુકસાન પહોંચાડી રહ્યા હોવાની ફરિયાદો મળી હતી. જિલ્લા પ્રમુખ સ્નેહલ ધારીયાએ સ્પષ્ટ કર્યું છે કે, પક્ષની શિસ્ત સર્વોપરી છે અને કોઈપણ હોદ્દેદાર પક્ષની મર્યાદા બહાર જશે તો તેમની સામે આવા જ કડક પગલાં લેવામાં આવશે.
આ પણ વાંચો - Local Body Elections 2026: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની આગેવાનો સાથે ગોષ્ઠિ, કાર્યકરોને ભણાવ્યા 'વિકાસ અને ઈકોનોમી'ના પાઠ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

