Local body election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ભાજપનો આકરો નિર્ણય, શર્મિષ્ઠા વરિયા અને ધ્રુમિલ પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ

Apr 17, 2026 - 15:00
Local body election 2026: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે ભાજપનો આકરો નિર્ણય, શર્મિષ્ઠા વરિયા અને ધ્રુમિલ પટેલ પક્ષમાંથી સસ્પેન્ડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરત શહેર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં ડૂબેલું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા શિસ્તભંગના મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ અથવા શિસ્તભંગને ગંભીરતાથી લેતા ભાજપે બે અલગ-અલગ વોર્ડના સક્રિય કાર્યકર્તાઓને પ્રાથમિક અને સક્રિય સભ્ય પદેથી સસ્પેન્ડ કરી દીધા છે.

શિસ્તભંગના મામલે મોટી કાર્યવાહી

ભાજપ સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબવોર્ડ નંબર 1 શહેર કારોબારી સભ્ય શર્મિષ્ઠા વરિયાને પક્ષના તમામ હોદ્દાઓ અને સભ્યપદેથી મુક્ત કરવામાં આવ્યા છે.વોર્ડ નંબર 30 યુવા મોરચાના મહામંત્રી ધ્રુમિલ પટેલ સામે પણ સસ્પેન્શનની ગાજ પડી છે.

સસ્પેન્ડ કરી દેવાતા અનેક તર્ક-વિતર્ક 

ચૂંટણી પ્રચાર જ્યારે ચરમસીમાએ છે અને જ્યારે પાર્ટીને દરેક કાર્યકર્તાની જરૂર હોય છે, ત્યારે જ આ બે સક્રિય નેતાઓ સામે લેવાયેલા પગલાંએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. જે કાર્યકર્તાઓ અને કારોબારી સભ્યો પાસેથી હાલમાં પ્રચાર અને સંગઠનનું કામ લેવાઈ રહ્યું હતું, તેમને જ અચાનક સસ્પેન્ડ કરી દેવાતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.

આ પણ વાંચો: Local body election 2026: ચિતરીયા બેઠકના મહિલા ઉમેદવારનું મોત થતા રાજકારણમાં ગમગીની

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0