Local body election 2026: ગરમી વચ્ચે મતદાન માટે આરોગ્ય વિભાગનો એક્શન પ્લાન, દરેક બૂથ પર ORS અને મેડિકલ ટીમની વ્યવસ્થા

Apr 23, 2026 - 13:30
Local body election 2026: ગરમી વચ્ચે મતદાન માટે આરોગ્ય વિભાગનો એક્શન પ્લાન, દરેક બૂથ પર ORS અને મેડિકલ ટીમની વ્યવસ્થા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમદાવાદમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટી તંત્રની સાથે હવે આરોગ્ય વિભાગ પણ સજ્જ બન્યું છે. ખાસ કરીને એપ્રિલ માસની આકરી ગરમી અને હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને મતદારો તેમજ ચૂંટણી ફરજ પરના કર્મચારીઓને ગરમીથી બચાવવા માટે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે.

બૂથ સ્તરે મેડિકલ સુવિધાઓ

જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લામાં 1200થી વધુ હેલ્થ ટીમો કાર્યરત રહેશે. દરેક મતદાન મથક, ડિસ્પેચ સેન્ટર અને સ્ટ્રોંગ રૂમ પર ફર્સ્ટ એઇડ કીટ અને હેલ્થ ટીમો તૈનાત રાખવામાં આવશે. કોઈ પણ મતદાર કે કર્મચારીને ઇમરજન્સીમાં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે તમામ બૂથ પર વિશેષ વ્યવસ્થા કરાઈ છે.

ગરમીથી રક્ષણ માટે ખાસ આયોજન

 તમામ મતદાન મથકો પર ORS ના પાઉચ રાખવામાં આવશે. એટલું જ નહીં, દરેક PHC અને CHC સેન્ટર પર ‘ORS કોર્નર’ બનાવવામાં આવ્યા છે.જો કોઈને લૂ લાગવાની અથવા ગરમીના કારણે તબિયત બગડવાની સમસ્યા થાય, તો તાત્કાલિક સારવાર માટે આઈસ પેકની પણ સુવિધા ઉપલબ્ધ રહેશે. ચૂંટણી ફરજ પરના તમામ કર્મચારીઓને તાલીમ દરમિયાન જ ORS બનાવવાની અને પ્રાથમિક સારવાર આપવાની પદ્ધતિઓ સમજાવવામાં આવી છે.હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય

ઇમરજન્સીને પહોંચી વળવા માટે અમદાવાદ જિલ્લાની 19 જેટલી 108 એમ્બ્યુલન્સ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની એમ્બ્યુલન્સને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) પર વધારાના બેડ અને દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી કોઈ પણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળાય.

આ પણ વાંચો: Local body election 2026: પહેલીવાર મુખ્યમંત્રી વોર્ડ સ્તરે પ્રચારમાં ઉતર્યા, પીરછલ્લા વોર્ડની લીધી મુલાકાત

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0