Local body election: અમદાવાદ સહિતના મોટા શહેરોમાં શું છે ઉમેદવારોની સ્થિતિ, કોની વચ્ચે ખેલાશે સીધો ચૂંટણી જંગ

Apr 16, 2026 - 14:00
Local body election: અમદાવાદ સહિતના મોટા શહેરોમાં શું છે ઉમેદવારોની સ્થિતિ, કોની વચ્ચે ખેલાશે સીધો ચૂંટણી જંગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે. ગઈકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. જેથી આજે કેટલા ઉમેદવારો મેદાનમાં છે અને કેટલા લોકોએ ફોર્મ પરત ખેંચ્યું છે તેની વિગતો સ્પષ્ટ થઈ જશે. ત્યારે રાજ્યની 15 મહાનગર પાલિકાઓમાં 3146 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ ખેલાશે. 43 ઉમેદવારો બિનહરીફ થયા છે. જ્યારે 132 ફોર્મ પરત ખેંચાયા છે. રાજ્યમાં 84 નગરપાલિકાઓની વાત કરીએ તો, 5449 ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે.375 ઉમેદવારો બિનહરીફ થયા છે અને 467 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે.

અમદાવાદ મહાનગર પાલિકામાં 652 ઉમેદવારો મેદાનમાં

અમદાવાદ મહાનગર પાલિકાની વાત કરીએ તો, AMCના 84 વોર્ડમાં 192 બેઠકો પર 652 ઉમેદવારો મેદાનમાં છે. 1553 ફોર્મ ભરાયા હતાં જેમાંથી 877 ફોર્મ અમાન્ય ઠર્યા હતાં. 22 ફોર્મ પરત ખેંચાયા હતાં. ભાજપને બે બેઠકો બિનહરીફ મળી હતી. કોંગ્રેસના 185, ભાજપના 190 અને આમ આદમી પાર્ટીના 151 સહિત 46 અપક્ષ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ ખેલાશે. અમદાવાદમાં 16 પક્ષો ચૂંટણી લડશે.

વડોદરા જિલ્લામાં કેટલા ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે

વડોદરાની વાત કરીએ તો, મનપાની 76 બેઠક પર 259 ઉમેદવારો મેદાનમાં છે. જિલ્લામાં ડભોઈ નગ પાલિકાના 36 વોર્ડમાં 84 ઉમેદવારો મેદાનમાં છે. પાંચ ઉમેદવારો બિનહરીફ થયા છે. પાદરા નપામાં 7 વોર્ડમાં 37 ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે. જ્યાં 11 ઉમેદવારો બિન હરીફ થયા છે. સાવલી નગર પાલિકામાં 6 વોર્ડમાં 48 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે જ્યાં એક ઉમેદવાર બિન હરીફ થયો છે. વાઘોડિયા નગર પાલિકામાં 6 વોર્ડમાં 46 ઉમેદવારો ચૂંટણી લડશે. જ્યાં ચાર ઉમેદવારો બિન હરીફ થયાં છે. વડોદરા જિલ્લા પંચાયતની વાત કરીએ તો 34 બેઠક પર 84 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે, જેમાં એક ઉમેદવાર બિન હરીફ થયો છે. જ્યારે તાલુકા પંચાયતની 29 બેઠકમાં 102 ઉમેદવારો ચૂંટણી લડશે. જ્યાં 4 ઉમેદવારો બિનહરીફ થયાં છે. સુરત અને બનાસકાંઠાની સ્થિતિ

સુરત મનપાની વાત કરીએ તો, 120 બેઠકો પર 486 ઉમેદવારો મેદાનમાં છે. તા.પં.ની 183 બેઠકો પર 515 ઉમેદવારો મેદાનમાં છે.પાલિકા 100 બેઠકો પર 243 ઉમેદવારો મેદાનમાં છે.જિલ્લા પંચાયતની 32 બેઠકો પર 88 ઉમેદવારો મેદાનમાં છે.આગામી 26મી એપ્રિલના રોજ મતદાન થશે. બનાસકાંઠામાં જિલ્લા પંચાયતમાં 48 બેઠકો પર ચૂંટણી યોજાશે.જિલ્લા પંચાયતની 1 બેઠક બિનહરીફ થઈ છે.જિ.પં.ની 47 બેઠક 136 ઉમેદવારો મેદાને,તા.પં.ની 231 231 બેઠક પર 614 ઉમેદવાર.તાલુકા પંચાયતની 9 બેઠક બિન હરીફ થઈ છે.3 નગર પાલિકાની 116 બેઠકો પર ચૂંટણી જંગ ખેલાશે.13 બેઠકો બિન હરીફ થઈ છે. 3 નપાની 103 બેઠક પર 253 ઉમેદવારો મેદાને છે.

સૌરાષ્ટ્રમાં શું કહે છે ઉમેદવારોની સ્થિતિ

સૌરાષ્ટ્રમાં 251 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે.સૌરાષ્ટ્રમાં 5704 ઉમેદવારો વચ્ચે સીધો જંગ જામશે. સૌરાષ્ટ્રની 4 મહાનગરપાલિકાની 16 સીટો બિન હરિફ થઈ છે.11 વોર્ડની ગોંડલ પાલિકાની 44 માંથી 24 બેઠકો બિનહરીફ થઈ છે.18 નગરપાલિકાની 556 બેઠકમાંથી 47 બેઠકો બિનહરીફ થઈ છે.18 નગરપાલિકામાં 69 ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે.નગરપાલિકામાં કુલ 1,281 ઉમેદવારો મેદાને છે.તાલુકા પંચાયતની 12 સિટો બિનહરિફ થઈ છે.અમરેલી જિલ્લા પંચાયતની 14 બેઠકો બિનહરીફ થઈ છે. 8 જિ.પં.માં 216 બેઠકમાં 651 ઉમેદવારો મેદાનમાં છે. 8 જિ.પં.માં 45 ઉમેદવારોએ ચૂંટણીનું ફોર્મ પાછું ખેચ્યું છે.


આ પણ વાંચોઃ Patan News : સિંચાઈનું પાણી નહીં મળતા 700 વીઘા જમીન સૂકી ભઠ્ઠ, નજૂપૂરા ગામે ચૂંટણીનો બહિષ્કાર કર્યો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0