Limbdiમાં પાણીની લાઈન તૂટતા લાખો લીટર પાણીનો થયો વેડફાટ

Dec 2, 2025 - 21:00
Limbdiમાં પાણીની લાઈન તૂટતા લાખો લીટર પાણીનો થયો વેડફાટ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લીંબડી શહેરના રાજકવિ ચોક પાસે નગરપાલિકાની અંડરગ્રાઉન્ડ પાણીની લાઈનમાં ભંગાણ થતાં લાખો લીટર પીવાના પાણીનો વેડફાટ થયો હતો. લાઈન તૂટી જતાં રસ્તા પર પાણીનો ધોધ વહી ગયો હતો. આ ઘટનાથી નગરપાલિકાના તંત્રની બેદરકારી સ્પષ્ટપણે સામે આવી છે. એક તરફ લીંબડીના ઘણા વિસ્તારોમાં લોકોને નિયમિત પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળતું નથી અને પાણીની અછતની ફરિયાદો ઉઠે છે.

પાણીનો વેડફાટ થતા તંત્રની બેદરકારી સામે આવી

ત્યારે બીજી બાજુ આટલા મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણીની લાઈન તૂટી હોવા છતાં લાંબા સમય સુધી તેને રિપેર કરવાની કામગીરી શરૂ ન થતાં કિંમતી જળ સંસાધનનો વ્યય થતો રહ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક અસરથી ભંગાણ દૂર કરી પાણીનો બગાડ અટકાવવા માટે નગરપાલિકા સમક્ષ માંગણી કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0