Limbdi: સ્વાગત કાર્યક્રમમાં આડેધડ બમ્પના મુદ્દે COનો ઉધડો લેવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
લીંબડી શહેરના છેલ્લા ઘણાં સમયના વણ ઉકેલાયેલા પ્રશ્નો હલ કરવા દર મહિને યોજાતો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. આ વખતે કાર્યક્રમ ઇન્ચાર્જ પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં લીંબડી શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના પાણી પુરવઠા તથા વીજ કંપનીને લતા પ્રશ્નો રજૂ કરાયા હતા. તો લીંબડી શહેરમા નગરપાલિકા તંત્ર દ્વારા આડેધડ ઉભા કરાયેલા બમ્પ કોની મંજુરી અને કહેવાથી નાંખવામાં આવ્યા એ પ્રશ્ને લીંબડી પાલિકાના ચીફ્ ઓફ્સિર રાડીયા કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. એથી પ્રાંત અધિકારીએ તેમનો રીતસરનો ઉધડો લઇ ખખડાવી નાંખ્યા હતા. અને છેક ગાંધીનગર સુધી ગુંજેલા આ બમ્પના પ્રશ્નનો તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા પણ સુચના આપી હતી. ફરિયાદ નિવારણ કાર્યકમમા રજૂ થયેલા તમામ પ્રશ્નોનો ઉકેલ લાવવા ઉપસ્થિત તમામ અધિકારીઓને સુચના અપાઈ હતી.
What's Your Reaction?






