Limbdi: કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલોમાં રૂ.90લાખથી વધુની રકમના દાનનો ધોધ વહ્યો

Feb 19, 2025 - 06:00
Limbdi: કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંકુલોમાં રૂ.90લાખથી વધુની રકમના દાનનો ધોધ વહ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

લીંબડી કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણીક સંસ્થાઓમાંથી પાણશીણા, શિયાણી અને લીંબડીની જી.એસ.કુમાર વિદ્યાલયમાં રીનોવેશનની કામગીરી પુરૂ થતા લોકાર્પણ કરાયુ હતુ. જેમાં ત્રણેય સંસ્થાઓ માટે દાનની સરવાણી વહાવનાર દાતાઓનું લીંબડીમાં સન્માન કરાયુ હતુ.

જયારે આગામી સમયમાં 5 સંસ્થાઓ માટે દાનની ટહેલ નંખાતા થોડી જ મિનિટોમાં રૂ. 90 લાખથી વધુનું દાન એકત્ર થયુ છે.લીંબડી કેળવણી મંડળ દ્વારા ચલાવાતી શૈક્ષણીક સંસ્થાઓમાં હાલ હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વર્ષોથી ચાલતી આ સંસ્થાના શૈક્ષણીક સંકુલોમાં અભ્યાસ કરી હાલ વિદ્યાર્થીઓ ઉચ્ચ હોદ્દા પર બીરાજી રહ્યા છે. ત્યારે તાજેતરમાં શીયાણીની એસ.એમ. દવે હાઈસ્કૂલ, પાણશીણાની સી.સી. હાઈસ્કૂલ, લીંબડીની જી.એસ.કુમાર વિદ્યાલયના રીનોવેશન બાદ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ત્રણેય સંસ્થાઓ માટે દાનની સરવાણી વહાવનાર દાતાઓને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, કેળવણી મંડળના પ્રમુખ પ્રવીણભાઈ શાહ, સહમંત્રી પ્રકાશભાઈ સોની સહિતનાઓ દ્વારા સન્માનીત કરાયા હતા. ત્રણેય સંસ્થાઓના કાર્યમાં યોગદાન આપવામાં મહત્વનો ફાળો ધારાસભ્ય કીરીટસીંહ રાણાએ 51 લાખનો આપ્યો હતો. આ ઉપરાંત કેળવણી મંડળ દ્વારા આગામી સમયમાં લીંબડીની બી.એ.કન્યા વિદ્યાલયમાં પ્રાર્થના હોલ, એન.એમ. હાઈસ્કૂલમાં પ્રાર્થના હોલ, સર જે. હાઈસ્કૂલનું પુર્ણ રીનોવેશન, લીંબડી કોલેજનું રીનોવેશન અને ભાગીરથી શુકલ આઈટીઆઈના રીનોવેશન માટે દાનની ટહેલ નાંખવામાં આવી હતી. જેમાં દાતાઓએ થોડી જ મીનીટોમાં 90 લાખથી વધુના દાનની જાહેરાત કરી હતી.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0