Lakhtarના માલીકા પાસે સુખડિયા ડેમના કોઝવે પર કાર ખાબકી, ગ્રામજનોએ મુસાફરોને ઉગાર્યા!

Oct 5, 2026 - 19:00
Lakhtarના માલીકા પાસે સુખડિયા ડેમના કોઝવે પર કાર ખાબકી, ગ્રામજનોએ મુસાફરોને ઉગાર્યા!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં આવેલા માલીકા ગામ નજીક એક મોટી અકસ્માતની ઘટના સામે આવી છે. માલીકાથી વડલા ગામ તરફ જતા રસ્તા પર આવેલા સુખડિયા ડેમના કોઝવે પરથી પસાર થઈ રહેલી એક સ્વિફ્ટ કાર અચાનક લપસીને ડેમના ઊંડા પાણીમાં ખાબકી હતી. કોઝવે પર ડેમના પાણીનો સતત પ્રવાહ રહેતો હોવાથી રસ્તા પર લીલ અને ચીકણાશ જામી ગઈ હતી, જેના કારણે કારનું વ્હીલ સ્લિપ થઈ જતાં આ અકસ્માત સર્જાયો હતો.

ગ્રામજનોએ દર્શાવી સમયસૂચકતા

અકસ્માત થતાં જ આસપાસના વિસ્તારમાંથી માલીકા ગામના રહીશો અને સ્થાનિકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ગ્રામજનોએ ભારે હિંમત અને સમયસૂચકતા દાખવીને કારમાં સવાર તમામ મુસાફરોને પાણીમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ગામમાંથી ટ્રેક્ટર મંગાવીને ડેમમાં ગરકાવ થયેલી સ્વિફ્ટ કારને પણ બહાર કાઢવામાં આવી હતી.

Accident near Malika, Lakhtar

નવા બ્રિજનું કામ સત્વરે શરૂ કરવા માગ

સુખડિયા ડેમના કોઝવે પર પાણી અને લીલના કારણે વાહનો સ્લિપ થવાની અને પાણીમાં ખાબકવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. જોકે, સરકાર દ્વારા આ સુખડિયા ડેમ પર નવા ઓવરબ્રિજ નિર્માણ માટે મંજૂરી આપી દેવામાં આવી છે, પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઈ નથી. અવારનવાર થતા અકસ્માતોને ધ્યાને રાખીને કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલાં આ ઓવરબ્રિજનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ગ્રામજનો અને વાહનચાલકો દ્વારા કરવામાં આવી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0