Kutchના ભચાઉમાં 200 ફૂટ ઊંચા વીજ ટાવર પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા મચી ચકચાર

Sep 3, 2026 - 17:00
Kutchના ભચાઉમાં 200 ફૂટ ઊંચા વીજ ટાવર પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળતા મચી ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક ઘટના સામે આવી છે. ધરાણા ગામની સીમમાં આવેલા એક વિશાળ વીજ ટાવર પર યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ લટકતી મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ ભચાઉ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક પોલીસનો કાફલો ત્વરિત બનાવ સ્થળે દોડી ગયો હતો.

200 ફૂટ ઊંચાઈએથી મૃતદેહ નીચે ઉતારાયો

ઘટનાસ્થળે આશરે 200 ફૂટ ઊંચા અને 220 KVની ક્ષમતા ધરાવતા હાઈ ટેન્શન વીજ ટાવર પર યુવકનો મૃતદેહ લટકતો હતો. ઊંચાઈ વધુ હોવાના કારણે ફાયર ફાઈટરો માટે મૃતદેહ સુધી પહોંચવું અત્યંત જોખમી અને પડકારજનક હતું. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સતત 3 કલાકની ભારે જહેમત અને કાળજીપૂર્વકની કામગીરી બાદ અંતે મૃતદેહને સલામત રીતે નીચે ઉતાર્યો હતો.

મૃતક ઝારખંડનો વતની: પોલીસે હાથ ધરી તપાસ

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ સંજય કુમાર તરીકે થઈ છે, જે મૂળ ઝારખંડનો રહેવાસી હોવાનું ખુલવા પામ્યું છે. યુવકે આ ખૌફનાક પગલું શા માટે ભર્યું અથવા તેની પાછળ અન્ય કોઈ કારણ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે હોસ્પિટલ ખસેડીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0