Kutchના ગાંધીધામમાં ખખડતા રોડથી લોકોના હાલ-બેહાલ થયા
કચ્છના ગાંધીધામમાં ખખડતા રોડથી લોકોના હાલ-બેહાલ થયા છે. ખખડતા રોડથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જેમાં રોડનું રીપેરીંગ કામ 6 મહિના પણ ટકતું નથી. લોકોને ઓફિસે જતા ખાડામાં પડી જવાની બીક લાગે છે વેપારી મંડળે પ્રી-મોન્સુન કામગીરીની અરજી કરી હતી. મીની મુંબઈ ગણાતા ગાંધીધામમાં વરસાદ બાદ ખખડતા રોડથી શહેરના લોકો મુશ્કેલીનો સામનો કરી રહી છે.ખખડતા રોડથી ઓફિસ કે બાળકોને સ્કૂલ મોકલવા પણ લોકો ડરી રહ્યા છે ખખડતા રોડથી ઓફિસ કે બાળકોને સ્કૂલ મોકલવા પણ લોકો ડરી રહ્યા છે. ગાંધીધામ એક વેપારની નજરે મીની મુંબઈ તરીકે ઓળખવામાં આવે છે, વાત કરીએ તો આજે લગભગ 30 વર્ષથી વધુ સમયથી નગરપાલિકા બીજેપી હસ્તક રહી છે અને સાંસદ હોય કે ધારાસભ્ય હોય લાંબા સમયથી બીજેપી હસ્તક છે. પણ આવી રોડ પાણી કે ગટરની હાલત બહુ જ ખરાબ અવસ્થામા છે. ગાંધીધામના નગરપાલિકામાં કુલ 13 વોર્ડ આવે છે, પણ વાત કરીએ તો વરસાદ બાદ બધા વોર્ડમાં રસ્તાની હાલત બહુ જ ખરાબ સ્થતિમાં છે. જેના કારણે અહીના લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે. ગાંધીધામમાં 3 ઇંચ વરસાદમાં રોડની હાલત બહુ જ ખરાબ થઇ શહેરમાં કોઈ પણ વિસ્તાર જાઓ તો ખાડાવાળા રોડનો સામનો કરવો પડી રહ્યો છે. હવે લોકો ઓફિસ કે બાળકોને સ્કૂલ મુકવા જતા પણ બીક લાગે છે કે રોડ પર વરસાદી ખાડામાં પડી ના જવાય. દિવસ સે દિવસે રોડની સ્થતિ બગડી રહી છે, રોડ બને કે રોડનું રીપેરીંગ કામ કરે પણ એ 6 મહિને ટકતું નથી. સાથે ભારત નગર વેપારી મંડળે તો નગરપાલિકાને પ્રી મોન્સુન કામગીરી માટે પણ અરજી કરવામાં આવી હતી. જેમાં રોડના પાસેના નાળા અને પેચ વર્ક વરસાદ પહેલા કરી દેવામાં આવે તો લોકોને વરસાદમાં તકલીફનો સામનો કરવો નહિ પડે, પણ ગાંધીધામમાં 3 ઇંચ વરસાદમાં જોઈએ તો વિવિધ વિસ્તારમાં રોડની હાલત બહુજ ખરાબ થઈ ગઈ છે. ગાંધીધામ નગરપાલિકા પ્રમુખનું કહેવુ છે કે વરસાદમાં રોડ તૂટી ગયા છે પણ હવે વરસાદના મોસમમાં કામગીરી જલ્દી કરવાના પ્રયત્નો થઇ રહ્યાં છે. રોડ રીપેરીંગ અને પેચ કામનો ઓર્ડર આપી દીધો છે તો હવે જલ્દીથી રોડનું કામ થઈ જશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છના ગાંધીધામમાં ખખડતા રોડથી લોકોના હાલ-બેહાલ થયા છે. ખખડતા રોડથી વાહનચાલકોને હાલાકી પડી રહી છે. જેમાં રોડનું રીપેરીંગ કામ 6 મહિના પણ ટકતું નથી. લોકોને ઓફિસે જતા ખાડામાં પડી જવાની બીક લાગે છે વેપારી મંડળે પ્રી-મોન્સુન કામગીરીની અરજી કરી હતી. મીની મુંબઈ ગણાતા ગાંધીધામમાં વરસાદ બાદ ખખડતા રોડથી શહેરના લોકો મુશ્કેલીનો સામનો કરી રહી છે.
ખખડતા રોડથી ઓફિસ કે બાળકોને સ્કૂલ મોકલવા પણ લોકો ડરી રહ્યા છે
ખખડતા રોડથી ઓફિસ કે બાળકોને સ્કૂલ મોકલવા પણ લોકો ડરી રહ્યા છે. ગાંધીધામ એક વેપારની નજરે મીની મુંબઈ તરીકે ઓળખવામાં આવે છે, વાત કરીએ તો આજે લગભગ 30 વર્ષથી વધુ સમયથી નગરપાલિકા બીજેપી હસ્તક રહી છે અને સાંસદ હોય કે ધારાસભ્ય હોય લાંબા સમયથી બીજેપી હસ્તક છે. પણ આવી રોડ પાણી કે ગટરની હાલત બહુ જ ખરાબ અવસ્થામા છે. ગાંધીધામના નગરપાલિકામાં કુલ 13 વોર્ડ આવે છે, પણ વાત કરીએ તો વરસાદ બાદ બધા વોર્ડમાં રસ્તાની હાલત બહુ જ ખરાબ સ્થતિમાં છે. જેના કારણે અહીના લોકો ત્રાહિમામ પોકારી રહ્યાં છે.
ગાંધીધામમાં 3 ઇંચ વરસાદમાં રોડની હાલત બહુ જ ખરાબ થઇ
શહેરમાં કોઈ પણ વિસ્તાર જાઓ તો ખાડાવાળા રોડનો સામનો કરવો પડી રહ્યો છે. હવે લોકો ઓફિસ કે બાળકોને સ્કૂલ મુકવા જતા પણ બીક લાગે છે કે રોડ પર વરસાદી ખાડામાં પડી ના જવાય. દિવસ સે દિવસે રોડની સ્થતિ બગડી રહી છે, રોડ બને કે રોડનું રીપેરીંગ કામ કરે પણ એ 6 મહિને ટકતું નથી. સાથે ભારત નગર વેપારી મંડળે તો નગરપાલિકાને પ્રી મોન્સુન કામગીરી માટે પણ અરજી કરવામાં આવી હતી. જેમાં રોડના પાસેના નાળા અને પેચ વર્ક વરસાદ પહેલા કરી દેવામાં આવે તો લોકોને વરસાદમાં તકલીફનો સામનો કરવો નહિ પડે, પણ ગાંધીધામમાં 3 ઇંચ વરસાદમાં જોઈએ તો વિવિધ વિસ્તારમાં રોડની હાલત બહુજ ખરાબ થઈ ગઈ છે. ગાંધીધામ નગરપાલિકા પ્રમુખનું કહેવુ છે કે વરસાદમાં રોડ તૂટી ગયા છે પણ હવે વરસાદના મોસમમાં કામગીરી જલ્દી કરવાના પ્રયત્નો થઇ રહ્યાં છે. રોડ રીપેરીંગ અને પેચ કામનો ઓર્ડર આપી દીધો છે તો હવે જલ્દીથી રોડનું કામ થઈ જશે.