Kutch: સામખીયાળીમાં પોલીસે ઘાતક હથિયારો જપ્ત કર્યા

પૂર્વ કચ્છ પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન ભચાઉના શિકારપુર સહિત ચાર ગામોમાં તપાસ બંદૂક, છરી, ધારિયા જેવા 190 હથિયાર કબજે કર્યા ભચાઉ તાલુકા શિકારપુર અને આસપાસના વિસ્તારમાં શરીર સબંધી ગુનાઓનું પ્રમાણ નોંધપાત્ર રહેતા પોલીસે ગુનાહિત પ્રવુતિ અટકાવવા ખાસ નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું. કોમ્બિંગની કામગીરી દરમિયાન પોલીસને વિવિધ સ્થળેથી અલગ અલગ પ્રકારના કુલ 190 જેટલા ધારદાર હથિયાર મળી આવ્યા હતા.જ્યારે દેશી બનાવટની બંદૂક, કારતુસ અને બિયર સાથે 4 વ્યક્તિની અટકાયત કરવામા આવી હતી. ગુનામાં સામેલ ઈસમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે. ગુનાઓ થતાં અટકાવવા જિલ્લા પોલીસ સક્રિય જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી શરીર સબંધી ગુનાઓ થતાં અટકાવવા અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી ક૨વામાં આવી હતી. પોલસ અધિક્ષકની સુચના અનુસાર સામખીયાળી પોલીસ મથક હેઠળના શિકારપુર આઉટ પોસ્ટની હદમાં આવતા વિસ્તારોમાં ભચાઉ નાયબ પોલીસવડા સાગર સાંબડાની આગેવાનીમાં પોલીસ ઇન્સપેક્ટર LCB, SOG તથા અંજાર-ભચાઉ વિભાગના પોલીસ અધિકારીઓ સાથે, 22 PSI 245 પુરૂષ પોલીસ કર્મચારી, 53 મહિલા પોલીસ કર્મચારી, 54 જી.આર.ડી એમ કુલે-381ના પોલીસ દળની ગામ વાઈઝ ટીમો બનાવી રાત્રીના શિકારપુર, સુરજબારી, જશાપરવાંઢ, ચેરાવાંઢ વગેરે જગ્યાઓમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હથિયારો કાર્ટીઝ તથા બીયર મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સામખ્યારી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન શિકારપુરના હનીફ ૨સુલ ત્રાયા જોડેથી 2 હજાર કિંમતની દેશી બંદૂક મળી આવી હતી. જશાપરવાંઢના દોસમામદ ઓસમાણ ત્રાયા પાસેથી 600ની કિંમતના 12 નંગ જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. શિકારપુરના ઉમરદીન જુશબ ત્રાયા પાસેથી 150ના 3 નંગ જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. શિકારપુરના રફીક હાજી અલ્લારખા ત્રાયાના કબ્જામાંથી બીયર મળી આવતા ચારેય આરોપી સામે સામખ્યારી પોલીસમાં ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

Kutch: સામખીયાળીમાં પોલીસે ઘાતક હથિયારો જપ્ત કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • પૂર્વ કચ્છ પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન
  • ભચાઉના શિકારપુર સહિત ચાર ગામોમાં તપાસ
  • બંદૂક, છરી, ધારિયા જેવા 190 હથિયાર કબજે કર્યા

ભચાઉ તાલુકા શિકારપુર અને આસપાસના વિસ્તારમાં શરીર સબંધી ગુનાઓનું પ્રમાણ નોંધપાત્ર રહેતા પોલીસે ગુનાહિત પ્રવુતિ અટકાવવા ખાસ નાઈટ કોમ્બિન્ગ હાથ ધર્યું હતું. કોમ્બિંગની કામગીરી દરમિયાન પોલીસને વિવિધ સ્થળેથી અલગ અલગ પ્રકારના કુલ 190 જેટલા ધારદાર હથિયાર મળી આવ્યા હતા.જ્યારે દેશી બનાવટની બંદૂક, કારતુસ અને બિયર સાથે 4 વ્યક્તિની અટકાયત કરવામા આવી હતી. ગુનામાં સામેલ ઈસમો સામે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે.

ગુનાઓ થતાં અટકાવવા જિલ્લા પોલીસ સક્રિય

જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફથી શરીર સબંધી ગુનાઓ થતાં અટકાવવા અને ગેરકાયદેસર રીતે હથિયાર રાખતા ઇસમો વિરૂદ્ધ કાર્યવાહી ક૨વામાં આવી હતી. પોલસ અધિક્ષકની સુચના અનુસાર સામખીયાળી પોલીસ મથક હેઠળના શિકારપુર આઉટ પોસ્ટની હદમાં આવતા વિસ્તારોમાં ભચાઉ નાયબ પોલીસવડા સાગર સાંબડાની આગેવાનીમાં પોલીસ ઇન્સપેક્ટર LCB, SOG તથા અંજાર-ભચાઉ વિભાગના પોલીસ અધિકારીઓ સાથે, 22 PSI 245 પુરૂષ પોલીસ કર્મચારી, 53 મહિલા પોલીસ કર્મચારી, 54 જી.આર.ડી એમ કુલે-381ના પોલીસ દળની ગામ વાઈઝ ટીમો બનાવી રાત્રીના શિકારપુર, સુરજબારી, જશાપરવાંઢ, ચેરાવાંઢ વગેરે જગ્યાઓમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં હથિયારો કાર્ટીઝ તથા બીયર મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ સામખ્યારી પોલીસ દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન શિકારપુરના હનીફ ૨સુલ ત્રાયા જોડેથી 2 હજાર કિંમતની દેશી બંદૂક મળી આવી હતી. જશાપરવાંઢના દોસમામદ ઓસમાણ ત્રાયા પાસેથી 600ની કિંમતના 12 નંગ જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. શિકારપુરના ઉમરદીન જુશબ ત્રાયા પાસેથી 150ના 3 નંગ જીવતા કાર્ટીઝ મળી આવ્યા હતા. શિકારપુરના રફીક હાજી અલ્લારખા ત્રાયાના કબ્જામાંથી બીયર મળી આવતા ચારેય આરોપી સામે સામખ્યારી પોલીસમાં ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે. પોલીસની આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.