Banaskanthaમાં સાંચોરને જોડતા બેમાર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયાની મુખ્યમંત્રીએ કરી ફાળવણી

બનાસકાંઠામાં થરાદ, ધાનેરા અને રાધનપુર થરાદ સાંચોરને જોડશે હાઈવે બે માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 20.10 કિલોમીટરનો માર્ગ 7 મીટર પહોળો થશે મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20.10 કિલોમીટરના માર્ગને ટુ-લેન બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.આ બે રસ્તાઓની પ્રવર્તમાન 3.75 મીટરની પહોળાઈને 7 મીટર કરીને તેને ટુ-લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રીએ આ રકમ ફાળવી છે. રાજસ્થાન જવુ સરળ થશે બનાસકાંઠાના આ રસ્તાઓ થરાદ ધાનેરા તેમ જ રાધનપુર-થરાદ-સાંચોર-નેશનલ હાઈવેને જોડતા અતિ અગત્યના માર્ગો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃતીકરણ માટે વિધાનસભા અધ્યક્ષશ્રી અને બનાસકાંઠાના સંબંધિત જનપ્રતિનિધિઓ અને ગ્રામીણ નાગરિકોએ રજૂઆત કરી હતી.મુખ્યમંત્રીએ આ રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતાં આ માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમને પરિણામે હવે આ રસ્તાઓ 3.75 મીટરમાંથી 7 મીટર ટુ-લેન થવાથી બનાસકાંઠાના રાહથી રાજસ્થાન જવા માટે અંદાજે 25 કિલોમીટરનો ટુ લેન રોડ ઉપલબ્ધ થશે અને વાહનવ્યવહારને વધુ સરળતા થશે. છ લેન હાઈ-સ્પીડ કોરિડોરના કારણે 20 ટકા અંતર ઘટશે થરાદ-અમદાવાદ વચ્ચે 214 કિ.મી. છ-લેન હાઈ-સ્પીડ કોરિડોરને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) મોડમાં વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 10,534 કરોડ છે. છ લેન હાઈ-સ્પીડ કોરિડોરથી થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા અને મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે. ચાર જિલ્લામાં આ કોરિડોરથી વિકાસને વેગ મળશે વડાપ્રધાને ભારતમાલા પરિયોજનામાં એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટસ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના 514 કિ.મી.ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર માટે રૂ. 10,534 કરોડ મંજૂર કર્યા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે.

Banaskanthaમાં સાંચોરને જોડતા બેમાર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયાની મુખ્યમંત્રીએ કરી ફાળવણી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • બનાસકાંઠામાં થરાદ, ધાનેરા અને રાધનપુર થરાદ સાંચોરને જોડશે હાઈવે
  • બે માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
  • 20.10 કિલોમીટરનો માર્ગ 7 મીટર પહોળો થશે

મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના રાહ-ચાંગડા-લુવાણા-મોરથલ તેમ જ લુવાણા-બવેરાના કુલ 20.10 કિલોમીટરના માર્ગને ટુ-લેન બનાવવા 32 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે.આ બે રસ્તાઓની પ્રવર્તમાન 3.75 મીટરની પહોળાઈને 7 મીટર કરીને તેને ટુ-લેન બનાવવાની જરૂરિયાતને ધ્યાને લઈને મુખ્યમંત્રીશ્રીએ આ રકમ ફાળવી છે.

રાજસ્થાન જવુ સરળ થશે

બનાસકાંઠાના આ રસ્તાઓ થરાદ ધાનેરા તેમ જ રાધનપુર-થરાદ-સાંચોર-નેશનલ હાઈવેને જોડતા અતિ અગત્યના માર્ગો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ રસ્તાઓના વિસ્તૃતીકરણ માટે વિધાનસભા અધ્યક્ષશ્રી અને બનાસકાંઠાના સંબંધિત જનપ્રતિનિધિઓ અને ગ્રામીણ નાગરિકોએ રજૂઆત કરી હતી.મુખ્યમંત્રીએ આ રજૂઆતોનો ત્વરિત અને સકારાત્મક પ્રતિસાદ આપતાં આ માર્ગોના વિસ્તૃતીકરણ માટે 32 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમને પરિણામે હવે આ રસ્તાઓ 3.75 મીટરમાંથી 7 મીટર ટુ-લેન થવાથી બનાસકાંઠાના રાહથી રાજસ્થાન જવા માટે અંદાજે 25 કિલોમીટરનો ટુ લેન રોડ ઉપલબ્ધ થશે અને વાહનવ્યવહારને વધુ સરળતા થશે.

છ લેન હાઈ-સ્પીડ કોરિડોરના કારણે 20 ટકા અંતર ઘટશે

થરાદ-અમદાવાદ વચ્ચે 214 કિ.મી. છ-લેન હાઈ-સ્પીડ કોરિડોરને બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) મોડમાં વિકસાવવામાં આવશે, જેનો કુલ મૂડી ખર્ચ રૂ. 10,534 કરોડ છે. છ લેન હાઈ-સ્પીડ કોરિડોરથી થરાદ-ડીસા-મહેસાણા-અમદાવાદ વચ્ચેનું અંતર 20 ટકા અને મુસાફરીના સમયમાં 60 ટકાનો ઘટાડો થશે.

ચાર જિલ્લામાં આ કોરિડોરથી વિકાસને વેગ મળશે

વડાપ્રધાને ભારતમાલા પરિયોજનામાં એક મહત્વ પૂર્ણ પ્રોજેક્ટસ અન્વયે થરાદથી અમદાવાદ સુધીના 514 કિ.મી.ની લંબાઈના સિક્સ લેન એક્સેસ કંટ્રોલ્ડ નેશનલ હાઈ સ્પીડ કોરિડોર માટે રૂ. 10,534 કરોડ મંજૂર કર્યા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાઓમાંથી પસાર થનારા આ હાઈસ્પીડ કોરિડોરના નિર્માણથી રાજ્યના ઔદ્યોગિક અને આર્થિક વિકાસને વધુ વેગ મળશે.