Kutch: યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે તપાસ, નિયમોનું ઉલ્લંઘન કરી ભરતી કરાયાનો આક્ષેપ
કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ યુનિવર્સિટી પહોંચી છે. જણાવી દઈએ કે કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા. તાજેતરમાં યુનિવર્સિટીએ 1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, 4 સેક્શન ઓફિસરની ભરતી કરી હતી. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા.યુનિવર્સિટીના 5 હંગામી કર્મચારીને કાયમી કરતા ભરતી પ્રક્રિયા સામે સવાલો ગાંધીનગરથી આવેલી ટીમે અરજદારો અને ફરિયાદીની મળીને તેમની રજુઆત સાંભળી હતી. થોડા દિવસ અગાઉ કચ્છ યુનિવર્સિટીમાં 28 જગ્યા માટે ભરતી યોજાઈ હતી, જેમાં 163 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં નીતિ નિયમો નેવે મૂકીને યુનિવર્સિટીના 5 હંગામી કર્મચારીને કાયમી કરતા ભરતી પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા હતા. ભરતી પ્રક્રિયામાં નાણાકીય આક્ષેપો થયા હતા, જેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરથી આવેલી તપાસ ટીમ બે દિવસ સુધી સમગ્ર ભરતી પ્રક્રિયા મામલે તપાસ કરશે. ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે અને ફરી વાર નવેસરથી ભરતી યોજાય તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે. યુનિવર્સિટીના કુલપતિએ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા કચ્છ યુનિવર્સિટીએ 28 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં 5 યુનિવર્સિટીના હંગામી કર્મચારીને કાયમી કરવામાં આવતા ભરતી પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. ભરતીમાં 12 લાખ રૂપિયા લીધા હોવાની એક વૉટ્સઅપ ચેટ પણ વાયરલ થઈ હતી. આ મામલે પૂર્વ સેનેટ મેમ્બરે આધાર પુરાવા સાથે રજૂઆત કરી સમગ્ર મામલે યોગ્ય તપાસની માગ કરી હતી. સમગ્ર મામલે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા છે અને નિયમો મુજબ ભરતી કરવામાં આવી તેવું કહ્યું છે. ભરતી પ્રક્રિયામાં રૂપિયા લીધા હોવાના આરોપ મામલે ખુલાસો કર્યો હતો. 12 લાખ લીધા હોવાના મેસેજ ચેટ બનાવટી છે, જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરથી શિક્ષણ વિભાગની ટીમ યુનિવર્સિટી પહોંચી છે. જણાવી દઈએ કે કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા. તાજેતરમાં યુનિવર્સિટીએ 1 આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર, 4 સેક્શન ઓફિસરની ભરતી કરી હતી. જેમાં નિયમોનું ઉલ્લંઘન કરી ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ થયા હતા.
યુનિવર્સિટીના 5 હંગામી કર્મચારીને કાયમી કરતા ભરતી પ્રક્રિયા સામે સવાલો
ગાંધીનગરથી આવેલી ટીમે અરજદારો અને ફરિયાદીની મળીને તેમની રજુઆત સાંભળી હતી. થોડા દિવસ અગાઉ કચ્છ યુનિવર્સિટીમાં 28 જગ્યા માટે ભરતી યોજાઈ હતી, જેમાં 163 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષામાં નીતિ નિયમો નેવે મૂકીને યુનિવર્સિટીના 5 હંગામી કર્મચારીને કાયમી કરતા ભરતી પ્રક્રિયા સામે સવાલો ઉભા થયા હતા. ભરતી પ્રક્રિયામાં નાણાકીય આક્ષેપો થયા હતા, જેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. ગાંધીનગરથી આવેલી તપાસ ટીમ બે દિવસ સુધી સમગ્ર ભરતી પ્રક્રિયા મામલે તપાસ કરશે. ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવે અને ફરી વાર નવેસરથી ભરતી યોજાય તેવી માગ ઉમેદવારો કરી રહ્યા છે.
યુનિવર્સિટીના કુલપતિએ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા
કચ્છ યુનિવર્સિટીએ 28 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં 5 યુનિવર્સિટીના હંગામી કર્મચારીને કાયમી કરવામાં આવતા ભરતી પ્રક્રિયા સામે સવાલો ઊભા થયા છે. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ થયા છે. ભરતીમાં 12 લાખ રૂપિયા લીધા હોવાની એક વૉટ્સઅપ ચેટ પણ વાયરલ થઈ હતી. આ મામલે પૂર્વ સેનેટ મેમ્બરે આધાર પુરાવા સાથે રજૂઆત કરી સમગ્ર મામલે યોગ્ય તપાસની માગ કરી હતી. સમગ્ર મામલે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા છે અને નિયમો મુજબ ભરતી કરવામાં આવી તેવું કહ્યું છે. ભરતી પ્રક્રિયામાં રૂપિયા લીધા હોવાના આરોપ મામલે ખુલાસો કર્યો હતો. 12 લાખ લીધા હોવાના મેસેજ ચેટ બનાવટી છે, જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવામાં આવી છે.