Kutch યુનિ.એ NACC ટીમ સામે રજૂ કર્યો રિપોર્ટ, કોંગ્રેસ આગેવાનોએ ઉઠાવ્યા સવાલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ યુનિવર્સિટીમાં NACCના મૂલ્યાંકન માટે ટીમ પહોંચી આવી હતી. જેમાં કચ્છ યુનિવર્સિટી દ્વારા 15 હજાર પાનાનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જે સેલ્ફ સ્ટડી રિપોર્ટ મૂલ્યાંકન ટીમ સામે રજૂ કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનોએ સવાલો ઉભા કર્યા હતા. ત્યારે કોંગ્રેસના આગેવાનોને ગેટ પર પોલીસે અટકાવી દીધા હતા. જ્યાં કોંગ્રેસના આગેવાનોએ યુનિવર્સિટીના રિપોર્ટમાં કુલપતિ સહિતનાઓ સામે ગંભીર આક્ષેપ લગાવ્યો હતો.
સેલ્ફ સ્ટડી રિપોર્ટમાં તમામ માહિતી ખોટી- કોંગ્રેસ આગેવાન
કચ્છ યુનિવર્સિટીમાં NACC ટીમ સામે રજૂઆત કરવા પહોંચેલા કોંગ્રેસ આગેવાનોએ આક્ષેપો લગાવ્યા હતા. જેમાં યુનિવર્સિટી દ્વારા તમામ સુવિધા અંગે રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. તો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો કે, કચ્છ યુનિવર્સિટીમાં 3 કર્મચારીઓ કાયમ છે. તો બાકીના કર્મચારીઓ હંગામી ધોરણે રાખવામાં આવ્યા છે. યુનિવર્સિટીએ 15000 પાનાનો સેલ્ફ સ્ટડી રિપોર્ટ સામે કોંગ્રેસ સવાલો ઉભા કરીને ગંભીર આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસ આગેવાનોના ગંભીર આક્ષેપ
યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અને 4 સેકશન ઓફિસરની ભરતીમાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો કોંગ્રેસ આગેવાનોએ ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસ આગેવાનોએ 15000 પાનાના રિપોર્ટ સામે વાંધો ઉઠાવીને કહ્યું કે, ભરતીમાં પણ મોટી રીતે ગેરરીતિ આચરવામાં આવી હતી. તો ભરતીમાં કૌભાડને લઈને તપાસ કરવામાં આવે તેમજ કુલપતિ અને અધિકારીઓ સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસ આગેવાનોએ કરી હતી.
What's Your Reaction?






