Kutch: ભૂકંપના આંચકાથી ધ્રૂજી કચ્છની ધરા, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.2ની તીવ્રતા
કચ્છ જિલ્લાના ભચાઉમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભચાઉ નજીક સાંજે 5.45 મીનિટે રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભચાઉથી 22 કિમી દૂર નોર્થ વેસ્ટ કેન્દ્ર બિંદુ નોંધાયુ છે. કચ્છના પેટાળમાં છુપા ફોલ્ટમાં ઉર્જા એકત્રિત થઈ રહી છે રાજસ્થાનના ઉદયપુર ખાતે 28 થી 30 સપ્ટેમ્બર દરમ્યાન મોહનલાલ સુખડિયા યુનિવર્સિટી ખાતે જિયોલોજી વિભાગને 75 વર્ષ પૂર્ણ થવાની ઉપલક્ષમાં પૂર્વ વિદ્યાર્થીઓએ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સમાં જિયોલોજી માઈનીંગ અને મિનરલ રિસોર્સને લગતી એડવાન્સ ચેલેન્જ તથા ભવિષ્યની ચર્ચાઓ કરાઈ હતી. કોન્ફરન્સ દરમિયાન ભૂકંપની ચેતવણી આપવામાં આવી હતી કોન્ફરન્સ દરમિયાન ભારતભરમાંથી વિવિધ જીયોલોજીના વિષય પર સંશોધન કરતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, વૈજ્ઞાનિકો તથા માઈનીંગ અને મિનરલ સેક્ટરના જીઓલોજીસ્ટોએ ભાગ લીધો હતો. કચ્છ યુનિવર્સિટીમાંથી ડૉ. ગૌરવ ચૌહાણે હાજરી આપી હતી. તેઓએ કચ્છમાં આવતા અણધાર્યા ભૂકંપ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ એક કોમ્પ્લેક્સ ફોલ્ટ સિસ્ટમ ધરાવતો વિસ્તાર છે. જેમાં ઉપરના બે થી ત્રણ કિલોમીટરમાં આવેલ ખડકો અને તેમાં રહેલી ફોલ્ટ સિસ્ટમ અલગ જ પ્રકારનું એન્વાયરમેન્ટ બતાવે છે જ્યારે બે થી ત્રણ કિલોમીટર નીચે આવેલા ખડકોની ફોલ્ટ સિસ્ટમ અલગ પ્રકારનું નેચર ધરાવે છે. કચ્છ વિસ્તારમાં જે પણ ભૂકંપ આવે છે તેનો સીધે સીધો સંબંધ નીચે રહેલા બેઝમેન્ટ ખડકોના ફોલ્ટ સિસ્ટમથી છે. એડવાન્સ રિસર્ચ મેથડથી પેટાળમાં કિલોમીટરો સુધી આવેલા પથ્થરો અને તેમાં આવેલા ફોલ્ટ સીસ્ટમનો અભ્યાસ કરી શકાય છે. 2001ના ભૂકંપનું કેન્દ્રબિંદુ મનફરા નજીક હતું અને 2001 પહેલાની સેટેલાઇટ ઇમેજ જોઈએ તો તે જગ્યાએ કોઈપણ ફોલ્ટ નથી છતાંય નીચે રહેલા બ્લાઈન્ડ ફોલ્ટ પરથી ભૂકંપ આવ્યો હતો. કચ્છ ભૂકંપ ઝોનમાં આવેલો પ્રદેશ છે જ્યાં મોટા ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે હજીય ઘણા બ્લાઇન્ડ ફોલ્ટ હોઇ શકે છે જે જમીન પર દેખાતા નથી પણ નીચે ફોલ્ટમાં ઉર્જા ભેગી થયા કરે છે અને જ્યારે પણ એ ફોલ્ટમાંથી ભૂકંપ આવશે ત્યારે ફરી મોટા ભૂકંપ આવી શકે છે. અણધાર્યા ભૂકંપની ગતિવિધિને સમજવા સરફેસ ઉપરના નહીં પરંતુ સબ સરફેસમાં કિલોમીટરની નીચે આવેલા બેઝમેન્ટની ફોલ્ટ સિસ્ટમનો સ્ટડી થવો જોઈએ જેથી ભૂકંપના કારણે નુકસાની ઓછી થઈ શકે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ જિલ્લાના ભચાઉમાં ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભચાઉ નજીક સાંજે 5.45 મીનિટે રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. ભચાઉથી 22 કિમી દૂર નોર્થ વેસ્ટ કેન્દ્ર બિંદુ નોંધાયુ છે.
કચ્છના પેટાળમાં છુપા ફોલ્ટમાં ઉર્જા એકત્રિત થઈ રહી છે
રાજસ્થાનના ઉદયપુર ખાતે 28 થી 30 સપ્ટેમ્બર દરમ્યાન મોહનલાલ સુખડિયા યુનિવર્સિટી ખાતે જિયોલોજી વિભાગને 75 વર્ષ પૂર્ણ થવાની ઉપલક્ષમાં પૂર્વ વિદ્યાર્થીઓએ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ કોન્ફરન્સમાં જિયોલોજી માઈનીંગ અને મિનરલ રિસોર્સને લગતી એડવાન્સ ચેલેન્જ તથા ભવિષ્યની ચર્ચાઓ કરાઈ હતી.
કોન્ફરન્સ દરમિયાન ભૂકંપની ચેતવણી આપવામાં આવી હતી
કોન્ફરન્સ દરમિયાન ભારતભરમાંથી વિવિધ જીયોલોજીના વિષય પર સંશોધન કરતા વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, વૈજ્ઞાનિકો તથા માઈનીંગ અને મિનરલ સેક્ટરના જીઓલોજીસ્ટોએ ભાગ લીધો હતો. કચ્છ યુનિવર્સિટીમાંથી ડૉ. ગૌરવ ચૌહાણે હાજરી આપી હતી. તેઓએ કચ્છમાં આવતા અણધાર્યા ભૂકંપ વિશેની માહિતી આપતા જણાવ્યું હતું કે, કચ્છ એક કોમ્પ્લેક્સ ફોલ્ટ સિસ્ટમ ધરાવતો વિસ્તાર છે. જેમાં ઉપરના બે થી ત્રણ કિલોમીટરમાં આવેલ ખડકો અને તેમાં રહેલી ફોલ્ટ સિસ્ટમ અલગ જ પ્રકારનું એન્વાયરમેન્ટ બતાવે છે જ્યારે બે થી ત્રણ કિલોમીટર નીચે આવેલા ખડકોની ફોલ્ટ સિસ્ટમ અલગ પ્રકારનું નેચર ધરાવે છે.
કચ્છ વિસ્તારમાં જે પણ ભૂકંપ આવે છે તેનો સીધે સીધો સંબંધ નીચે રહેલા બેઝમેન્ટ ખડકોના ફોલ્ટ સિસ્ટમથી છે. એડવાન્સ રિસર્ચ મેથડથી પેટાળમાં કિલોમીટરો સુધી આવેલા પથ્થરો અને તેમાં આવેલા ફોલ્ટ સીસ્ટમનો અભ્યાસ કરી શકાય છે. 2001ના ભૂકંપનું કેન્દ્રબિંદુ મનફરા નજીક હતું અને 2001 પહેલાની સેટેલાઇટ ઇમેજ જોઈએ તો તે જગ્યાએ કોઈપણ ફોલ્ટ નથી છતાંય નીચે રહેલા બ્લાઈન્ડ ફોલ્ટ પરથી ભૂકંપ આવ્યો હતો.
કચ્છ ભૂકંપ ઝોનમાં આવેલો પ્રદેશ છે જ્યાં મોટા ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે હજીય ઘણા બ્લાઇન્ડ ફોલ્ટ હોઇ શકે છે જે જમીન પર દેખાતા નથી પણ નીચે ફોલ્ટમાં ઉર્જા ભેગી થયા કરે છે અને જ્યારે પણ એ ફોલ્ટમાંથી ભૂકંપ આવશે ત્યારે ફરી મોટા ભૂકંપ આવી શકે છે. અણધાર્યા ભૂકંપની ગતિવિધિને સમજવા સરફેસ ઉપરના નહીં પરંતુ સબ સરફેસમાં કિલોમીટરની નીચે આવેલા બેઝમેન્ટની ફોલ્ટ સિસ્ટમનો સ્ટડી થવો જોઈએ જેથી ભૂકંપના કારણે નુકસાની ઓછી થઈ શકે.