Surendranagar: તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આક્ષેપ

થાનની સરકારી હોસ્પિટલમાં ગુરૂવારે બપોર બાદ કુટુંબી નીયોજનના કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં થાનના મફતીયાપરામાં રહેતી મહિલાને 2 બાળકો હોવાથી તેઓ ઓપરેશન કરાવવા આવ્યા હતા. ત્યારે ઓપરેશન દરમિયાન મહિલાનું મોત થતા મોડી રાત સુધી લોકોના ટોળા દવાખાને એકઠા થયા હતા.હાલ લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ લઈ જવાઈ છે. આ બનાવમાં ડોકટર સામે ગુનો નોંધવા પરીવારજનો માંગ કરી રહ્યા છે.થાનના મફતીયાપરામાં બાબુભાઈ કીશોરભાઈ પરમાર રહે છે. તેમને 2 સંતાનો 8 વર્ષનો હરેશ અને 1 વર્ષની દેવાંશી છે. ત્યારે તેમના પત્ની કંચનબેનને કુટુંબ નીયોજનનું ઓપરેશન કરાવવાનું હતુ. તા. 23 જાન્યુઆરીના રોજ થાન સરકારી હોસ્પિટલે કુટુંબ નીયોજનના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં કુલ 18 મહિલાઓ ઓપરેશન માટે આવી હતી. આ ઓપરેશન માટે ધ્રાંગધ્રાથી ડો. નીર્મલ સોલંકીને બોલાવાયા હતા. ઓપરેશન માટે કંચનબેનને ઓપરેશન થીયેટરમાં લઈ જવાયા હતા. જયાં શરીરમાં ચેકો મુકતા જ તેઓના હાર્ટબીટ અને બીપીના પલ્સ ઘટવા લાગ્યા હતા. જયારે તેઓને આંચકી પણ આવતી હોવાનું ડોકટરોએ જણાવ્યુ હતુ. ત્યારે ઓપરેશન ટેબલ પર જ કંચનબેનનું મોત થયુ હતુ. બનાવની જાણ થતા પરીવારજનો અને લોકોના ટોળા સરકારી દવાખાને ઉમટી પડયા હતા. અને ન્યાયની માંગણી કરી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. અને લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલ મોકલી આપી હતી. પરીવારજનોએ ઓપરેશનમાં બેદરકારી દાખવનાર ડોકટર સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. બીજી તરફ ફોરેન્સીક પીએમ બાદ પણ હજુ સુધી પરીવારજનોએ રાજકોટમાં લાશનો સ્વીકાર ન કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. મહિલાનાં મોત બાદ પણ ડોકટરે ઓપરેશન કરી માનવતા નેવે મૂકી હોવાનો આક્ષેપ થાનની સરકારી હોસ્પીટલમાં કુટુંબ નીયોજનના ઓપરેશનના કેમ્પનું આયોજન ગુરૂવારે સાંજે કરાયુ હતુ. જેમાં ધ્રાંગધ્રાના ડો. નીર્મલ સોલંકી ઓપરેશન કરવા માટે આવ્યા હતા. મહિલાને ઓપરેશન થીયેટરમાં લઈ જવાયા બાદ મોત થયા બાદ પણ ડોકટરે અન્ય મહિલાઓના ઓપરેશન કરી માનવતા નેવે મુકી હોવાનો પરીવારજનોએ આક્ષેપ કર્યો હતો. થાનની ચામુંડા હોસ્પિટલમાં મહિલાને રૂટીન ચેકઅપ માટે લઈ જવાઈ હતી થાનની ચામુંડા હોસ્પીટલમાં તા. 10-12-24ના રોજ વગડીયાની 23 વર્ષીય મહિલાને રૂટીન ચેકઅપ માટે લઈ જવાઈ હતી. જેમાં ડોકટરે સામાન્ય પ્રસુતી કહેશે તેમ કહી એડમીટ કરી દીધી હતી. જયારે મોડીરાત્રે હવે સીઝેરીયન કરવુ પડશે તેમ કહી સીઝેયરીયન કરતા મહિલાની તબીયત લથડી હતી. આ બનાવમાં મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યાંથી અમદાવાદ લઈ જવાઈ હતી. જેમાં મહિલાનું અમદાવાદ સારવાર દરમિયાન મોત થયુ હતુ. હાલ એડી નોંધી તપાસ ચાલુ કરી છે : ડીવાયએસપી આ અંગે ડીવાયએસપી વી.એમ.રબારીએ જણાવ્યુ કે, થાન સરકારી હોસ્પીટલમાં ઓપરેશન દરમીયાન મહિલાનું મોત થયુ છે. હાલ લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ મોકલાઈ છે. જયારે મૃતકના પતિએ આ જાહેરાત કરતા અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Surendranagar: તબીબની બેદરકારીથી મહિલાનું મોત થયાનો આક્ષેપ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

થાનની સરકારી હોસ્પિટલમાં ગુરૂવારે બપોર બાદ કુટુંબી નીયોજનના કેમ્પનું આયોજન કરાયુ હતુ. જેમાં થાનના મફતીયાપરામાં રહેતી મહિલાને 2 બાળકો હોવાથી તેઓ ઓપરેશન કરાવવા આવ્યા હતા. ત્યારે ઓપરેશન દરમિયાન મહિલાનું મોત થતા મોડી રાત સુધી લોકોના ટોળા દવાખાને એકઠા થયા હતા.

હાલ લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ લઈ જવાઈ છે. આ બનાવમાં ડોકટર સામે ગુનો નોંધવા પરીવારજનો માંગ કરી રહ્યા છે.થાનના મફતીયાપરામાં બાબુભાઈ કીશોરભાઈ પરમાર રહે છે. તેમને 2 સંતાનો 8 વર્ષનો હરેશ અને 1 વર્ષની દેવાંશી છે. ત્યારે તેમના પત્ની કંચનબેનને કુટુંબ નીયોજનનું ઓપરેશન કરાવવાનું હતુ. તા. 23 જાન્યુઆરીના રોજ થાન સરકારી હોસ્પિટલે કુટુંબ નીયોજનના ઓપરેશનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં કુલ 18 મહિલાઓ ઓપરેશન માટે આવી હતી.

આ ઓપરેશન માટે ધ્રાંગધ્રાથી ડો. નીર્મલ સોલંકીને બોલાવાયા હતા. ઓપરેશન માટે કંચનબેનને ઓપરેશન થીયેટરમાં લઈ જવાયા હતા. જયાં શરીરમાં ચેકો મુકતા જ તેઓના હાર્ટબીટ અને બીપીના પલ્સ ઘટવા લાગ્યા હતા. જયારે તેઓને આંચકી પણ આવતી હોવાનું ડોકટરોએ જણાવ્યુ હતુ. ત્યારે ઓપરેશન ટેબલ પર જ કંચનબેનનું મોત થયુ હતુ.

બનાવની જાણ થતા પરીવારજનો અને લોકોના ટોળા સરકારી દવાખાને ઉમટી પડયા હતા. અને ન્યાયની માંગણી કરી હતી. બનાવની જાણ થતા પોલીસ દોડી ગઈ હતી. અને લાશને પીએમ માટે સરકારી હોસ્પીટલ મોકલી આપી હતી. પરીવારજનોએ ઓપરેશનમાં બેદરકારી દાખવનાર ડોકટર સામે પોલીસ ફરિયાદ નોંધવાની માંગ કરી છે. બીજી તરફ ફોરેન્સીક પીએમ બાદ પણ હજુ સુધી પરીવારજનોએ રાજકોટમાં લાશનો સ્વીકાર ન કર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

મહિલાનાં મોત બાદ પણ ડોકટરે ઓપરેશન કરી માનવતા નેવે મૂકી હોવાનો આક્ષેપ

થાનની સરકારી હોસ્પીટલમાં કુટુંબ નીયોજનના ઓપરેશનના કેમ્પનું આયોજન ગુરૂવારે સાંજે કરાયુ હતુ. જેમાં ધ્રાંગધ્રાના ડો. નીર્મલ સોલંકી ઓપરેશન કરવા માટે આવ્યા હતા. મહિલાને ઓપરેશન થીયેટરમાં લઈ જવાયા બાદ મોત થયા બાદ પણ ડોકટરે અન્ય મહિલાઓના ઓપરેશન કરી માનવતા નેવે મુકી હોવાનો પરીવારજનોએ આક્ષેપ કર્યો હતો.

થાનની ચામુંડા હોસ્પિટલમાં મહિલાને રૂટીન ચેકઅપ માટે લઈ જવાઈ હતી

થાનની ચામુંડા હોસ્પીટલમાં તા. 10-12-24ના રોજ વગડીયાની 23 વર્ષીય મહિલાને રૂટીન ચેકઅપ માટે લઈ જવાઈ હતી. જેમાં ડોકટરે સામાન્ય પ્રસુતી કહેશે તેમ કહી એડમીટ કરી દીધી હતી. જયારે મોડીરાત્રે હવે સીઝેરીયન કરવુ પડશે તેમ કહી સીઝેયરીયન કરતા મહિલાની તબીયત લથડી હતી. આ બનાવમાં મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર અને ત્યાંથી અમદાવાદ લઈ જવાઈ હતી. જેમાં મહિલાનું અમદાવાદ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

હાલ એડી નોંધી તપાસ ચાલુ કરી છે : ડીવાયએસપી

આ અંગે ડીવાયએસપી વી.એમ.રબારીએ જણાવ્યુ કે, થાન સરકારી હોસ્પીટલમાં ઓપરેશન દરમીયાન મહિલાનું મોત થયુ છે. હાલ લાશને ફોરેન્સીક પીએમ માટે રાજકોટ મોકલાઈ છે. જયારે મૃતકના પતિએ આ જાહેરાત કરતા અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.