Kutch News: સરકારી જમીન પરથી દબાણ હટાવાયા, 6685 ચોમી જગ્યા ખુલી કરાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પશ્ચિમ કચ્છ પોલીસ વિભાગ દ્વારા સરકારી અને પંચાયતની જમીનો પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવીને બેઠેલા ભૂમાફિયાઓ અને દબાણકર્તાઓ સામે એક મોટી અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાજીપીર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતી સરકારી જમીનને દબાણમુક્ત કરવા માટે તંત્ર દ્વારા મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
પંચાયતની પડતર જમીન પર બુલડોઝર ફર્યું
ઘટનાની મળતી માહિતી અનુસાર, કચ્છમાં હાજીપીર પંથકની લુડબાય જૂથ પંચાયતની સરકારી પડતર જમીન પર કેટલાક તત્વો દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદે રીતે પાકા અને કાચા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. આ અંગે વહીવટી તંત્ર અને પોલીસને વિગતો મળતા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જેસીબી અને બુલડોઝરની મદદથી આ તમામ ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવામાં આવ્યા હતા.
કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત કરાયા
તપાસમાં સામે આવ્યું છે કે, દબાણકર્તાઓએ આ સરકારી જમીન પર વ્યાપારી હેતુ માટે મોટા પાયે લોજ, હોટલ, ખાણી-પીણીની રેકડીઓ-દુકાનો તેમજ કરિયાણાની દુકાનો સહિતના કોમર્શિયલ બાંધકામો ઊભા કરી દીધા હતા. પોલીસે સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને આ તમામ વ્યવસાયિક દબાણો હટાવી દીધા છે.
8 લાખની કિંમતની 6,685 ચોરસ મીટર જમીન મુક્ત
પશ્ચિમ કચ્છ પોલીસની આ કડક ઝુંબેશને કારણે અંદાજે 6,685 ચોરસ મીટર જેટલો વિશાળ સરકારી જમીનનો ટુકડો ગેરકાયદે કબ્જામાંથી મુક્ત કરાવવામાં આવ્યો છે. સરકારી ચોપડે આ ખુલ્લી કરાયેલી જમીનની અંદાજિત કિંમત આશરે રૂ. 8 લાખ જેટલી થવા જાય છે. પોલીસની આ આકરા વલણથી પંથકના અન્ય દબાણકર્તાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો - Kutch News: પૂર્વ કચ્છ પોલીસે 43 કરોડના સાયબર ફ્રોડનો કર્યો પર્દાફાશ, શ્રીલંકા સુધી જોડાયેલા છે તાર!
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

