Kutch News : કચ્છના સામખિયાળીમાં ખાનગી બસમાં આગ, 20થી વધુ મુસાફરો જીવ બચાવવા દોડયા

Oct 19, 2025 - 08:00
Kutch News : કચ્છના સામખિયાળીમાં ખાનગી બસમાં આગ, 20થી વધુ મુસાફરો જીવ બચાવવા દોડયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છના સામખિયાળીમાં બસમાં આગ લાગી હતી અને આગ લાગવાનું કારણ અકબંધ, હાઈવે પરથી બસ જઈ રહી હતી તે સમયે અચાનક સ્પાર્ક થઈને આગ લાગી હતી અને જોતજોતામાં બસ ભડકે બળી હતી, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી અને તમામ મુસાફરોનો બચાવ થયો છે અને કોઈ ઈજાગ્રસ્ત પણ નથી એટલે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ખાનગી બસમાં 20થી વધુ મુસાફરો સવાર હતા

સામખિયાળી માળિયા હાઈવે પર ખાનગી બસમાં આગ લાગવાની ઘટના બની હતી અને આગ લાગવાની સાથે મુસાફરો જીવ બચાવવા દોડયા હતા, સ્થાનિકોની મદદથી તમામ મુસાફરોને બચાવ્યા છે અને રાજ પેલેસ હોટલ પાસે આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે, આગ લાગતા બસ બળીને ખાખ થઈ છે, મહત્વનું છે કે ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

બસમાં આગ લાગવાનું કારણ અકબંધ

મુસાફરો ભરેલી બસ જઈ રહી હતી અને અચાનક આગ લાગી હતી, તો ફાયર વિભાગનું અનુમાન છે કે, શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોઈ શકે છે, બસમાં મુસાફરો હતા તે બહાર નિકળી ગયા હતા. ઘણી વાર વાહનોમાં એટલે આગ લાગતી હોય છે કે બસ અને કારમાં વાયરો જુના હોવાથી અને બેટરીમાં સમસ્યા હોવાથી સ્પાર્ક થતો હોય છે અને તેના કારણે આગ લાગવાની ઘટના બનતી હોય છે. લાંબા રૂટ પર લાંબા સમય સુધી વાહન ચલાવવાના કારણે ટાયર અને રોડ વચ્ચેના ઘર્ષણને કારણે આગ પણ લાગતી હો છે. આવી ઘટનાઓ મોટા ભાગે હાઈવે પર જોવા મળતી હોય છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0