Kutch News: GMDC ના પૂનરાજપર લિગ્નાઇટ પ્રોજેક્ટનો પ્રચંડ વિરોધ, ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું

Jun 4, 2026 - 20:00
Kutch News: GMDC ના પૂનરાજપર લિગ્નાઇટ પ્રોજેક્ટનો પ્રચંડ વિરોધ, ગ્રામજનોએ કામ બંધ કરાવ્યું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લાના પૂનરાજપર ખાતેથી ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GMDC) ના નવા લિગ્નાઇટ પ્રોજેક્ટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. GMDC દ્વારા આ વિસ્તારમાં લિગ્નાઇટ ખાણના પ્રોજેક્ટનું કામ શરૂ કરવામાં આવતાની સાથે જ સ્થાનિક ગ્રામજનો અને ખેડૂતોએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. પ્રોજેક્ટના ખાતમુહૂર્ત સમયે જ મોટી સંખ્યામાં એકઠા થયેલા લોકોએ હોબાળો મચાવીને કામકાજ સંપૂર્ણપણે બંધ કરાવી દીધું હતું.

ગ્રામજનોએ કર્યું વિરોધ પ્રદર્શન

ઘટનાની મળતી વિગતો અનુસાર, પૂનરાજપર ખાતે GMDC દ્વારા લિગ્નાઇટ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરીને જેવું કામ શરૂ કરાયું, કે તરત જ જમીન ગુમાવનારા સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો વિરોધ પ્રદર્શન કરવા માટે ઉતરી આવ્યા હતા. પ્રદર્શનકારીઓની મુખ્ય માગ એ છે કે, સરકાર અને વહીવટી તંત્ર દ્વારા પહેલા જમીનનું પ્રમોલગેશન કરવામાં આવે. આ સાથે જ ખેડૂતોએ સ્પષ્ટ રજૂઆત કરી છે કે, વહીવટી તંત્ર દ્વારા પહેલા તેમની જમીનોની યોગ્ય માપણી કરવામાં આવે, ત્યારબાદ જ પ્રોજેક્ટની આગળની કામગીરી શરૂ કરવામાં આવે.

ખેડૂતોમાં ભારે આક્રોશ

જમીન માપણી અને પ્રમોલગેશનની પ્રક્રિયા વગર જ કામ શરૂ કરી દેવાતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોના આ આક્રમક મૂડ અને વિરોધ પ્રદર્શનને પગલે સ્થિતિ વણસે નહીં તે માટે તંત્ર દ્વારા ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ પુરતું ગ્રામજનોએ કામ અટકાવી દીધું છે, અને જ્યાં સુધી તેમની ન્યાયિક માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે.


આ પણ વાંચો - Rajkot અને Kutchમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ પોલીસ એક્શન, 40થી વધુની અટકાયત


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0