Kutch News: ભુજમાં સિટી બસ સેવા તાત્કાલિક શરૂ કરવાની ઉગ્ર માગ, પાલિકા પ્રમુખને સોંપ્યું આવેદનપત્ર
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છના વડા મથક ભુજ શહેરમાં જાહેર પરિવહનની સુવિધાને લઈને સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ભુજમાં વર્ષોથી બંધ પડેલી સિટી બસ સેવા તાત્કાલિક ધોરણે ફરી શરૂ કરવામાં આવે તેવી ઉગ્ર માગ ઉઠી છે. ભુજ સિટી બસ સેવા લાંબા સમયથી બંધ હોવાના કારણે સામાન્ય નાગરિકો, ખાસ કરીને વિદ્યાર્થીઓ, સિનિયર સિટિઝન તેમજ મહિલાઓને રોજિંદી અવરજવરમાં ભારે આર્થિક અને શારીરિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
56 કિલોમીટરમાં પથરાયેલા શહેરમાં ટ્રાન્સપોર્ટનો અભાવ
ભુજ શહેરનો ભૌગોલિક વિસ્તાર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. આજે સમગ્ર ભુજ શહેર લગભગ 56 કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં પથરાયેલું છે. આટલા મોટા શહેરમાં હજુ સુધી કોઈ મજબૂત જાહેર પરિવહન (પબ્લિક ટ્રાન્સપોર્ટ)ની સુવિધા ન હોવાથી સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકો લાચાર બન્યા છે.
સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ મેદાને, પાલિકા પ્રમુખને રજૂઆત
આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાના હિતમાં 'સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ' દ્વારા આજે એક મહત્વનું પગલું ભરવામાં આવ્યું હતું. સમિતિના સભ્યો દ્વારા આજે ભુજ નગરપાલિકાના પ્રમુખને રૂબરૂ મળીને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં સિટી બસ સેવા સત્વરે પુનઃ શરૂ કરવાની ભારપૂર્વક માગ કરવામાં આવી છે.
સિટી બસ શરૂ થવાથી થશે આ ફાયદા
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર જો શહેરમાં ફરીથી સિટી બસ સેવા શરૂ કરવામાં આવે તો તેનાથી બહુઆયામી ફાયદાઓ થશે
- રાહત દરનું પરિવહન: શાળા-કોલેજ જતા વિદ્યાર્થીઓ, નોકરીયાત વર્ગ, મહિલાઓ અને વૃદ્ધોને અવરજવર માટે મોટી રાહત મળશે.
- ટ્રાફિક સમસ્યામાં ઘટાડો: પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ થતાં રસ્તાઓ પર ખાનગી વાહનો અને ઓટોરિક્ષાની સંખ્યા ઘટશે, જેનાથી ટ્રાફિકનું ભારણ ઓછું થશે.
- પર્યાવરણને ફાયદો: વાહનો ઘટવાને કારણે શહેરમાં વાયુ અને ધ્વનિ પ્રદૂષણમાં પણ મોટો ઘટાડો નોંધાશે.
હવે જોવાનું એ રહેશે કે નગરપાલિકા તંત્ર દ્વારા જનહિતની આ વ્યાજબી માંગ પર કેટલી ઝડપથી અમલવારી કરવામાં આવે છે.
આ પણ વાંચો - Kachchh News: કચ્છના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશબંધી, જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

