Kutch District Panchayat Election: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરપંચ પદનું રોટેશન જાહેર, જાણો 75 ગામની યાદી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના એંધાણ વચ્ચે કચ્છ જિલ્લામાં રાજકીય ગતિવિધિઓ પૂરઝડપે આગળ વધી રહી છે. કચ્છ જિલ્લા તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોમાં સરપંચ પદ માટે અનામત બેઠકોની ફાળવણી અને રોટેશન સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારી દ્વારા લેવાયેલા આ મહત્વપૂર્ણ પગલા બાદ હવે કચ્છના ગામડાઓમાં રાજકીય માહોલ એકદમ ગરમાઈ ગયો છે.
વિવિધ કેટેગરી અને મહિલાઓ માટે બેઠકોનું વિભાજન
જિલ્લા ચૂંટણી અધિકારીની દેખરેખ હેઠળ બહાર પાડવામાં આવેલા આ રોટેશન મુજબ, વિવિધ સામાજિક વર્ગો અને કેટેગરીઓ તેમજ મહિલાઓ માટે અનામત બેઠકોનું ચોક્કસ નિર્ધારણ કરવામાં આવ્યું છે. કઈ ગ્રામ પંચાયતમાં કઈ કેટેગરી કે મહિલા ઉમેદવાર માટે બેઠક અનામત રહેશે તે સ્પષ્ટ થતાં જ ગામડાઓમાં ઉમેદવારો અને સમર્થકોએ પોતાની રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે.

સંભવિત દાવેદારોના રાજકીય સમીકરણો બદલાયા
રોટેશન જાહેર થતાં જ અનેક ગામોમાં વર્ષોથી તૈયારી કરી રહેલા સંભવિત દાવેદારોના રાજકીય સમીકરણો ઉલટસુલટ થઈ ગયા છે. ઘણા ગામોમાં અનામત બદલાવાના કારણે જૂના ચહેરાઓની જગ્યાએ નવા યુવા અને ઉત્સાહી ચહેરાઓને તક મળવાની શક્યતાઓ ઊભી થઈ છે, જેનાથી ગ્રામ્ય સ્તરે રાજકીય ચર્ચાઓનો દોર બેફામ વેગ પકડી ચૂક્યો છે.

ચૂંટણીલક્ષી ચર્ચાઓ અને ગતિવિધિઓ થઈ તેઝ
કચ્છના ગ્રામીણ વિસ્તારોમાં અત્યારથી જ ચાની કિટલીઓથી લઈને ચોરે-ચૌટે આગામી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો અને સ્થાનિક આગેવાનો દ્વારા પણ પોતાના સમર્થક સરપંચ ઉમેદવારોને જીતાડવા માટે આંતરિક બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આગામી દિવસોમાં આ ચૂંટણીલક્ષી ગતિવિધિઓ વધુ તેજ બનવાના સ્પષ્ટ એંધાણ વર્તાઈ રહ્યા છે.


આ પણ વાંચો: Explainer: શું 2027ની ચૂંટણીમાં આદિજાતિ સમાજ બનશે કિંગ મેકર?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

