KUTCH : સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ઝડપાઈ, જાણો ક્યાં છુપાઈ હતી

સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત ATSએ ઝડપી સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં રોકાઈ હતી નીતા ચૌધરી આરોપી બુટલેગરના સગાના ઘરે રોકાઈ હતી નીતા ચૌધરી સ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત ATSએ ઝડપી પાડી છે. સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં બુટલેગરના સગાના ઘરે નીતા ચૌધરી રોકાઈ હોવાની બાતમી મળી હતી. ગુજરાત ATSએ બાતમીના આધારે નીતા ચૌધરીને ઝડપી પાડી છે. ગુજરાત ATSએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ, કચ્છ પોલીસને થાપ આપીને ફરાર થઇ ગયેલી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ગુજરાત ATSના હાથે ઝડપાઇ ગઈ છે. કચ્છ પોલીસે નીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીમડી પાસેથી ઝડપી પડી છે, જ્યાં તે બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરિયાના ઘરમાં છુપાઈ હતી.ગુજરાત ATSએ નીતા ચૌધરીને કચ્છ પોલીસને સોંપી છે. નીતા ચૌધરી 10 જુલાઈએ થઇ હતી ફરારપૂર્વ કચ્છ પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના કેસની આરોપી એવી સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપી 10 જુલાઈ ફરાર ગઈ હતી. નીતા ચૌધરીના જામીન રદ્દ થતાં પોલીસ તેને પકડવા આદિપુર સ્થિત તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું લટકતું હતું. ભચાઉ સ્થિત તેના બીજા ઘરે અને પછી તેના પતિ પાસે તેમજ મૂળ વતન પાલનપુરમાં પણ ન મળતા પૂર્વ કચ્છ પોલીસને પાછુ ફરવું પડ્યું હતું. પોલીસની સમગ્ર કાર્યવાહીથી વાકેફ નીતા ચૌધરી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી.શું છે સમગ્ર મામલો?કચ્છના ભચાઉમાં LCBની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હતી.નીતા ચૌધરીને નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ નીતા ચૌધરી અને બુટલેગર બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. ભચાઉ સ્ટેશન કોર્ટે નીતા ચૌધરીને આપેલા જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો. નીતા ચૌધરીને પોલીસ પકડવા જતા રફૂચક્કર થઇ ગઈ હતી. આખરે સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત ATSના સકંજામાં આવી ગઇ છે. સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં બુટલેગરના સગાના ઘરે નીતા ચૌધરી રોકાઈ હોવાની બાતમી મળી હતી. ગુજરાત ATSએ બાતમીના આધારે નીતા ચૌધરીને ઝડપી પાડી છે. ગુજરાત ATSએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

KUTCH : સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ઝડપાઈ, જાણો ક્યાં છુપાઈ હતી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત ATSએ ઝડપી
  • સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં રોકાઈ હતી નીતા ચૌધરી
  • આરોપી બુટલેગરના સગાના ઘરે રોકાઈ હતી નીતા ચૌધરી

સ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત ATSએ ઝડપી પાડી છે. સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં બુટલેગરના સગાના ઘરે નીતા ચૌધરી રોકાઈ હોવાની બાતમી મળી હતી. ગુજરાત ATSએ બાતમીના આધારે નીતા ચૌધરીને ઝડપી પાડી છે. ગુજરાત ATSએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, કચ્છ પોલીસને થાપ આપીને ફરાર થઇ ગયેલી સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરી આખરે ગુજરાત ATSના હાથે ઝડપાઇ ગઈ છે. કચ્છ પોલીસે નીતા ચૌધરીને સુરેન્દ્રનગરના લીમડી પાસેથી ઝડપી પડી છે, જ્યાં તે બુટલેગર યુવરાજસિંહ જાડેજાના સાસરિયાના ઘરમાં છુપાઈ હતી.ગુજરાત ATSએ નીતા ચૌધરીને કચ્છ પોલીસને સોંપી છે. 

નીતા ચૌધરી 10 જુલાઈએ થઇ હતી ફરાર

પૂર્વ કચ્છ પોલીસ પર ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કરવાના કેસની આરોપી એવી સસ્પેન્ડેડ મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી પોલીસને થાપ આપી 10 જુલાઈ ફરાર ગઈ હતી. નીતા ચૌધરીના જામીન રદ્દ થતાં પોલીસ તેને પકડવા આદિપુર સ્થિત તેના ઘરે પહોંચી ત્યારે ત્યાં તાળું લટકતું હતું. ભચાઉ સ્થિત તેના બીજા ઘરે અને પછી તેના પતિ પાસે તેમજ મૂળ વતન પાલનપુરમાં પણ ન મળતા પૂર્વ કચ્છ પોલીસને પાછુ ફરવું પડ્યું હતું. પોલીસની સમગ્ર કાર્યવાહીથી વાકેફ નીતા ચૌધરી અંડરગ્રાઉન્ડ થઈ ગઈ હતી.

શું છે સમગ્ર મામલો?

કચ્છના ભચાઉમાં LCBની ટીમ ઉપર બુટલેગર યુવરાજસિંહ જાડેજાએ થાર કાર ચઢાવી હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે CID બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી નીતા ચૌધરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા કોન્સ્ટેબલ ઉપર આરોપ લગાવ્યો હતો કે, બુટલેગરે જ્યારે પોલીસકર્મીઓને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી પણ તેની સાથે કારમાં જ હતી.

નીતા ચૌધરીને નીચલી કોર્ટે આપેલા જામીન રદ્દ કરવાનો આદેશ

નીતા ચૌધરી અને બુટલેગર બંનેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા નીચલી કોર્ટે જામીન આપ્યા હતા. ભચાઉ સ્ટેશન કોર્ટે નીતા ચૌધરીને આપેલા જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો. નીતા ચૌધરીને પોલીસ પકડવા જતા રફૂચક્કર થઇ ગઈ હતી. આખરે સસ્પેન્ડેડ નીતા ચૌધરીને ગુજરાત ATSના સકંજામાં આવી ગઇ છે. સુરેન્દ્રનગરના લીમડી પાસેના ગામમાં બુટલેગરના સગાના ઘરે નીતા ચૌધરી રોકાઈ હોવાની બાતમી મળી હતી. ગુજરાત ATSએ બાતમીના આધારે નીતા ચૌધરીને ઝડપી પાડી છે. ગુજરાત ATSએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.