Kutch રણોત્સવ દરમિયાન ક્રાફટ તથા ફૂડ સ્ટોલ ઉભા કરવા માટે અરજીઓ મંગાવાઈ
કચ્છમાં રણોત્સવ દરમિયાન ક્રાફટ તથા ફૂડ સ્ટોલ ઉભા કરવા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે.ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલમાં રસ ધરાવતા કારીગરોએ 11 નવેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.વર્ષ 2024-25 દરમિયાન હસ્તકળા સાથે સંકળાયેલ તથા તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ થાય તે માટે ક્રાફટ સ્ટોલ તથા ખાણી-પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી પાસે ઉભી કરવામાં આવનાર છે. ફાળવણી ડ્રો કરીને કરાશે આ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા કારીગરોએ ફોર્મ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા, મુન્દ્રા રોડ, ભુજની કચેરીમાં તા.૨૧/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૧/૨૦૨૪ સુધી (જાહેર રજા સિવાય) સુધીમાં રૂબરૂ અથવા રજિસ્ટર એડીથી મોકલી આપવાનું રહેશે. ૧૧/૧૧/૨૦૨૪ બાદ આવેલા અરજી ફોર્મને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમજ અરજી ફોર્મ રજૂ કરતી વખતે ફોર્મ દીઠ ડીપોઝીટ પેટે ક્રાફ્ટ માટે રૂ.૧૦૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે રૂ.૨૦૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ "Director, DRDA Bhuj (Rannutsav)" નામનો રજૂ કરવાનો રહેશે. તમામ સ્ટોલની ફાળવણી ડ્રો કરીને કરવામાં આવશે. મામલતદાર ઓફીસનો પણ કરી શકાશે સંપર્ક જો કોઈ માર્ગદર્શનની જરૂર જાણાય તો કચેરી સમય દરમિયાન કચેરી ઓફિસ નં ૨૨૮, જૂની મામલતદાર ઓફિસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા, મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ તેમજ નંબર ૯૦૯૯૯૫૬૩૭૦ પર સંપર્ક કરી શકાશે તેમ સિનિયર જનરલ મેનેજર અને નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે. ડિસેમ્બર મહિનામાં ઉજવાય છે આ ઉત્સવ આ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ ઉપર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીત, ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકરોના કસબનું નિદર્શન, કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે. રણોત્સવની શરુઆત દેસલ્સર સરોવરથી થાય છે જે ડિસેમ્બર મહિનામા યોજાય છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છમાં રણોત્સવ દરમિયાન ક્રાફટ તથા ફૂડ સ્ટોલ ઉભા કરવા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે.ક્રાફ્ટ તથા ફૂડ સ્ટોલમાં રસ ધરાવતા કારીગરોએ 11 નવેમ્બર સુધીમાં અરજી કરવાની રહેશે.વર્ષ 2024-25 દરમિયાન હસ્તકળા સાથે સંકળાયેલ તથા તે પ્રકારની વસ્તુઓનું પ્રદર્શન કમ વેચાણ થાય તે માટે ક્રાફટ સ્ટોલ તથા ખાણી-પીણી માટે ફૂડ સ્ટોલ બજાર ટેન્ટસીટી પાસે ઉભી કરવામાં આવનાર છે.
ફાળવણી ડ્રો કરીને કરાશે
આ ક્રાફ્ટ સ્ટોલ તથા ફૂડ સ્ટોલ બજારમાં રસ ધરાવતા કારીગરોએ ફોર્મ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા, મુન્દ્રા રોડ, ભુજની કચેરીમાં તા.૨૧/૧૦/૨૦૨૪ થી ૧૧/૧૧/૨૦૨૪ સુધી (જાહેર રજા સિવાય) સુધીમાં રૂબરૂ અથવા રજિસ્ટર એડીથી મોકલી આપવાનું રહેશે. ૧૧/૧૧/૨૦૨૪ બાદ આવેલા અરજી ફોર્મને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તેમજ અરજી ફોર્મ રજૂ કરતી વખતે ફોર્મ દીઠ ડીપોઝીટ પેટે ક્રાફ્ટ માટે રૂ.૧૦૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ તથા ફૂડ સ્ટોલ માટે રૂ.૨૦૦૦/- નો ડિમાન્ડ ડ્રાફ્ટ "Director, DRDA Bhuj (Rannutsav)" નામનો રજૂ કરવાનો રહેશે. તમામ સ્ટોલની ફાળવણી ડ્રો કરીને કરવામાં આવશે.
મામલતદાર ઓફીસનો પણ કરી શકાશે સંપર્ક
જો કોઈ માર્ગદર્શનની જરૂર જાણાય તો કચેરી સમય દરમિયાન કચેરી ઓફિસ નં ૨૨૮, જૂની મામલતદાર ઓફિસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મિશન મંગલમ શાખા, મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ તેમજ નંબર ૯૦૯૯૯૫૬૩૭૦ પર સંપર્ક કરી શકાશે તેમ સિનિયર જનરલ મેનેજર અને નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.
ડિસેમ્બર મહિનામાં ઉજવાય છે આ ઉત્સવ
આ ઉત્સવ દરમિયાન રણપ્રદેશમાં ઊંટ ઉપર ભ્રમણ, કચ્છની સંસ્કૃતિનું દર્શન કરાવતા ભુંગાઓમાં રાત્રિરોકાણ, કચ્છની સંસ્કૃતિના જનજીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનો, કચ્છના સંગીત, ભરતકામ, માટીકલા, ચિત્રકામના ક્ષેત્રમાં નીવડેલા કલાકરોના કસબનું નિદર્શન, કચ્છની વાનગીઓ વગેરેનો લાભ મેળવી શકાય છે. રણોત્સવની શરુઆત દેસલ્સર સરોવરથી થાય છે જે ડિસેમ્બર મહિનામા યોજાય છે.