Kutch : ભુજના એરપોર્ટ રિંગરોડ પર ભારે વાહનોની અવરજવરથી અકસ્માતોની સંખ્યા સતત વધી, લોકોમાં ભારે રોષ

Feb 14, 2026 - 16:30
Kutch : ભુજના એરપોર્ટ રિંગરોડ પર ભારે વાહનોની અવરજવરથી અકસ્માતોની સંખ્યા સતત વધી, લોકોમાં ભારે રોષ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભુજના એરપોર્ટ રિંગરોડ પર ભારે વાહનોની અવરજવરથી અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. છેલ્લા બે દિવસમાં અલગ અલગ સ્થળોએ બનેલા અકસ્માતોમાં બે યુવકોના મોત થયા હોવાના બનાવે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. રહેવાસીઓએ ભારે વાહનોની અવરજવર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે.

 રિંગરોડ પર સતત ટ્રક અને ડમ્પર જેવા ભારે વાહનો પસાર થાય છે

સ્થાનિક લોકોના કહેવા મુજબ એરપોર્ટ રિંગરોડ પર સતત ટ્રક અને ડમ્પર જેવા ભારે વાહનો પસાર થતા હોય છે, જેના કારણે નાના વાહનચાલકો અને બાઈક સવાર માટે રસ્તો જોખમી બન્યો છે. વારંવાર સર્જાતા અકસ્માતોને કારણે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

એકતા સુપર માર્કેટ પાસે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા

ગઈકાલે રાત્રે એકતા સુપર માર્કેટ પાસે સ્થાનિક રહેવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચક્કાજામ કરી ભારે વિરોધ નોંધાવ્યો હતો.સ્થાનિક લોકોના વિરોધ બાદ તંત્રએ આ મામલે યોગ્ય કરવાની ખાતરી હતી.  ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તેવી માંગ

આજે સોસાયટીના રહીશો કલેક્ટર કચેરીમાં રજુઆત કરવા પહોંચ્યા હતા અને ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે જો સમયસર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે. આ મામલે તંત્ર શુ નિર્ણય કરે તે હવે જોવું રહ્યું

લોકોની માંગ છે કે એરપોર્ટ રિંગરોડ પર ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકવામાં આવે નિશ્ચિત સમયમર્યાદામાં જ ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવે તેવી રજુઆત કરી હતી.આ મામલે તંત્ર શુ નિર્ણય કરે તે હવે જોવું રહ્યું.


આ પણ વાંચો----     Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0