Kutch: અથાણાની આડમાં ચાલતી હેરોઇનની તસ્કરી નાકામ, પંજાબના બે નશાના સોદાગરો ઝડપાયા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સામખીયાળી પોલીસ સ્ટેશનના સ્ટાફને એક બહુ મોટી સફળતા મળી છે. કચ્છમાં પ્રવેશતા માર્ગો પર સઘન ચેકિંગ દરમિયાન પોલીસે પંજાબના બે શખ્સોને આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઊંચી કિંમત ધરાવતા હેરોઇન નામના ઘાતક ડ્રગ્સના જથ્થા સાથે રંગેહાથ દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓની ઓળખ દલીપસિંધ રસલસિંધ અને અક્ષય અશોક શર્મા (બંને રહેવાસી પંજાબ) તરીકે થઈ છે.
અથાણાના ડબ્બામાંથી નીકળ્યું મોતનું સગડ
પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે પંજાબ તરફથી બે શખ્સો શંકાસ્પદ કેમિકલ કે ડ્રગ્સ સાથે કચ્છ તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે સામખીયાળી હાઇવે પર વોચ ગોઠવવામાં આવી હતી. શંકાસ્પદ શખ્સોને અટકાવી જ્યારે તેમના સામાનની તલાશી લેવામાં આવી, ત્યારે પ્રથમ દ્રષ્ટિએ કંઈ વાંધાજનક મળ્યું ન હતું. પરંતુ ગેંગની મોડસ ઓપરેન્ડી એટલી હાઇટેક હતી કે તેમણે ડ્રગ્સની ગંધ બહાર ન આવે તે માટે હેરોઇનને પ્લાસ્ટિકમાં પેક કરી અથાણાના ડબ્બામાં મસાલાની વચ્ચે છુપાવી દીધું હતું. પોલીસે જ્યારે ઝીણવટભરી તપાસ કરી ત્યારે અથાણાના ડબ્બામાંથી 22 ગ્રામ શુદ્ધ હેરોઇન મળી આવ્યું હતું.
મુદ્દામાલ જપ્ત કરી રિમાન્ડની તજવીજ
સામખીયાળી પોલીસે ઘટનાસ્થળેથી એફએસએલ (FSL) ની મદદ લઈ ડ્રગ્સની પુષ્ટિ કરી હતી. પોલીસે ૨૨ ગ્રામ હેરોઇન, આરોપીઓ પાસેથી મળી આવેલા સ્માર્ટફોન્સ અને રોકડ રકમ સહિત કુલ રૂા. 4,58,350 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બંને નશાના સોદાગરો વિરૂદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેમની સત્તાવાર ધરપકડ કરવામાં આવી છે. આ જથ્થો કચ્છમાં કોને સપ્લાય કરવાનો હતો અને પંજાબથી આ નેટવર્ક કોણ ઓપરેટ કરી રહ્યું છે તે દિશામાં પોલીસે લાઈવ કસ્ટડી રિમાન્ડ મેળવવાની ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Dang: સાપુતારામાં વરસાદ સાથે મિની કાશ્મીર જેવો નજારો, પ્રકૃતિ સોળે કળાએ ખીલી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

