Kutchના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં કરશે દિલધડક કરતબો

Jan 29, 2025 - 10:30
Kutchના સફેદ રણમાં સૂર્યકિરણ એરોબેટિક ટીમ આકાશમાં કરશે દિલધડક કરતબો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT) 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી 2025ના રોજ સફેદ રણની ઉપર આકાશમાં તેમના કરતબોનું પ્રદર્શન કરશે જેથી આકાશ લાલ રંગથી રંગાઈ જશે. આ ટીમ સચોટ ઉડાન ભરીને અજોડ પ્રદર્શન કરશે તેમજ ભારતીય વાયુસેનાના પાઇલટ્સના કૌશલ્ય, કાર્યપારંગતતા અને ક્ષમતાઓનું પ્રદર્શન કરીને અહીં ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દેશે. IAFની પ્રખ્યાત નવ-વિમાનની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા રજૂ કરવામાં આવનારા એરોબેટિક એર પ્રદર્શનમાં કાર્યપારંગતતા અને ચોકસાઇ જોવા મળશે. જે ભારતીય વાયુસેનાની બે મુખ્ય લાક્ષાણિકતાઓ છે. 

1996માં ટીમની રચના કરવામાં આવી

ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્ય કિરણ એરોબેટિક ટીમની રચના 1996માં કરવામાં આવી હતી અને તે વિશ્વની ખૂબ જ જૂજ એવી નવ વિમાનોની એરોબેટિક ટીમોમાંની એક છે અને એશિયામાં આવી એકમાત્ર ટીમ છે. આ અનન્ય ટીમે ભારતમાં 500થી વધુ પ્રદર્શનો કર્યાં છે, તેમજ ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE જેવા અન્ય દેશોમાં પણ એર શોમાં ભારતીય વાયુસેનાની કાર્યપારંગતતાનું પ્રદર્શન કર્યું છે. સૂર્ય કિરણ એરોબેટિક ટીમ સામાન્યપણે SKAT તરીકે પ્રખ્યાત છે, જે સરળતા સાથે “સદૈવ સર્વોત્તમ”ના સૂત્રનો વારસો જાળવીને તેના ભાવાર્થ “હંમેશા શ્રેષ્ઠ”નું ઉચિત રીતે નિરૂપણ કરે છે.

અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન જોવા મળશે

આ કાર્યક્રમમાં પાઇલટ્સના અસાધારણ કૌશલ્યનું પ્રદર્શન તો જોવા મળશે જ, સાથે-સાથે જનતા અને તેમાં પણ ખાસ કરીને શાળાના બાળકો અને કોલેજના વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાનું સમર્પણ અને શ્રેષ્ઠતા જોવાની તક પણ પૂરી પાડશે. દર્શકોને એર શો જોવા માટે બપોરે 03:30 વાગ્યા સુધીમાં રણ ઉત્સવ સ્થળે પોતાનું સ્થાન મેળવી લેવાની વિનંતી છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0