Kutchના રાપર અને ભચાઉમાં સાત મિનિટમાં બે વાર અનુભવાયા ભૂકંપના આંચકા, સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

Aug 22, 2025 - 01:00
Kutchના રાપર અને ભચાઉમાં સાત મિનિટમાં બે વાર અનુભવાયા ભૂકંપના આંચકા, સ્થાનિક લોકોમાં ભયનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લાના ભચાઉ અને રાપર તાલુકામાં આજે રાત્રે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. સાત મિનિટના ટૂંકા ગાળામાં આવેલા આ બે આંચકાઓને કારણે લોકો ભયભીત થઈને ઘરની બહાર દોડી આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના ડેટા મુજબ સૌપ્રથમ આંચકો રાત્રે 10:12 વાગ્યે ભચાઉમાં નોંધાયો હતો. જેની તીવ્રતા 3.4 મેગ્નિટ્યુડની હતી અને તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 16 કિલોમીટર દૂર હતું.

રાપર અને ભચાઉમાં ભૂકંપના આંચકા

ત્યારબાદ તેનાથી માત્ર સાત મિનિટ બાદ રાત્રે 10:19 વાગ્યે રાપરમાં બીજો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા 2.7 મેગ્નિટ્યુડની હતી અને તેનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર હતું. આ આંચકાઓથી કોઈ જાનહાનિ કે મોટી સંપત્તિને નુકસાન થયાના અહેવાલો નથી. પરંતુ સતત ભૂકંપના આંચકા અનુભવાતા હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે.

ભચાઉ-રાપરમાં 7 મિનિટના અંતરે ભૂકંપ

ભચાઉ અને રાપર બંને ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં આવેલા છે. જેના કારણે ભૂકંપના હળવા આંચકા પણ લોકોમાં ભારે ગભરાટ પેદા કરે છે. ભૂકંપ બાદ ઘણા લોકો પોતાના ઘરની બહાર ખુલ્લા મેદાનમાં ભેગા થયા હતા. ભૂકંપના આંચકાની ચિંતાને કારણે કેટલાક લોકોએ રાત્રે ઘરની બહાર રહેવાનું પસંદ કર્યું હતું. જોકે તંત્ર દ્વારા લોકોને ગભરાયા વગર સાવચેતી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0