Kutchના ગાંધીધામમાંથી ઝડપાઈ નકલી EDની ગેંગ, ભેગા મળીને કરતા લોકોના તોડ
કચ્છના ગાંધીધામમાંથી નકલી EDની ગેંગ ઝડપાઈ છે,આ ગેંગ નકલી EDના અધિકારી બની દરોડા કરતી અને સાથે સાથે રેડ કરવા જાય એટલે તેમનું આઈકાર્ડ પણ બતાવતી હતી,ગાંધીધામની રાધિકા જ્વેલર્સમાં દરોડા કર્યા અને 25 લાખના દાગીનાની ચોરી કરી હોવાની વાત સામે આવી છે.પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અમદાવાદનો એક આરોપી ફરાર છે. દરોડા દરમિયાન 25 લાખના દાગીનાની કરી ચોરી પોલીસની અને ઈડીની ઓળખ આપીને આ ગેંગ તોડ કરતી હતી અને આ ટીમમાં 12 મહિલાઓ પણ સામેલ હોવાની વાત સામે આવી છે.અમદાવાદ DRM ઓફિસનો કર્મી પણ સંડોવાયેલો હોવાની વાત સામે આવી છે.પૂર્વ કચ્છ એલસીબી અને એ-ડીવીઝન પોલીસની કામગીરી સામે આવી છે,પોલીસ રિમાંન્ડ માંગીને વધુ પૂછપરછ પણ કરી શકે છે,ત્યારે આ ગેંગે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં આવી રીતે તોડ કર્યા છે તે દિશામાં પણ તપાસ ચાલે છે એટલે આગામી સમયમાં ફરિયાદનો આંકડો વધી શકે છે.પૂર્વ કચ્છ પોલીસને મોટી કામગીરી પૂર્વ કચ્છની ગુના શોધક શાખા અને ગાંધીધામ એ ડિવીઝન પોલીસ દ્વારા ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નામે ઉધોગકારોને લુંટતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ અંગે સત્તાવાર વિગતો જાહેર કરાઇ નથી પણ સુત્રોએ જણાવ્યું કે અમદાવાદ, ભુજ અને ગાંધીધામથી આઠ શખ્સોને ઉઠાવાયા છે. જેમની તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે સમર્થન આપ્યું હતુ અને ટુંક સમયમાં આ અંગે પોલીસે વિસ્તૃત તપાસ સાથે સામે આવશે તેવું જણાવ્યું હતું. અમદાવાદમાં ED ઓફિસર હોવાનું કહીને 1.50 કરોડની ઠગાઇ કરાઈ હતી ગત વર્ષે ઓગસ્ટમાં અમદાવાદમાં ED અધિકારી હોવાનું કહીને એક ઠગે 1.50 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી હતી. નકલી ED અધિકારી ઓમવીરસિંહે બોગસ આઈકાર્ડ બનાવ્યું હતું. જેમાં આઈ.આર.એસ, એડિશનલ ડાયરેકટર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. જેના આધારે એક વેપારીને ટેન્ડર અપાવાની લાલચ આપી 1.50 કરોડ પડાવ્યા હતા.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છના ગાંધીધામમાંથી નકલી EDની ગેંગ ઝડપાઈ છે,આ ગેંગ નકલી EDના અધિકારી બની દરોડા કરતી અને સાથે સાથે રેડ કરવા જાય એટલે તેમનું આઈકાર્ડ પણ બતાવતી હતી,ગાંધીધામની રાધિકા જ્વેલર્સમાં દરોડા કર્યા અને 25 લાખના દાગીનાની ચોરી કરી હોવાની વાત સામે આવી છે.પોલીસે 12 આરોપીઓની ધરપકડ કરી છે જેમાં અમદાવાદનો એક આરોપી ફરાર છે.
દરોડા દરમિયાન 25 લાખના દાગીનાની કરી ચોરી
પોલીસની અને ઈડીની ઓળખ આપીને આ ગેંગ તોડ કરતી હતી અને આ ટીમમાં 12 મહિલાઓ પણ સામેલ હોવાની વાત સામે આવી છે.અમદાવાદ DRM ઓફિસનો કર્મી પણ સંડોવાયેલો હોવાની વાત સામે આવી છે.પૂર્વ કચ્છ એલસીબી અને એ-ડીવીઝન પોલીસની કામગીરી સામે આવી છે,પોલીસ રિમાંન્ડ માંગીને વધુ પૂછપરછ પણ કરી શકે છે,ત્યારે આ ગેંગે ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં આવી રીતે તોડ કર્યા છે તે દિશામાં પણ તપાસ ચાલે છે એટલે આગામી સમયમાં ફરિયાદનો આંકડો વધી શકે છે.
પૂર્વ કચ્છ પોલીસને મોટી કામગીરી
પૂર્વ કચ્છની ગુના શોધક શાખા અને ગાંધીધામ એ ડિવીઝન પોલીસ દ્વારા ઈન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટના નામે ઉધોગકારોને લુંટતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ અંગે સત્તાવાર વિગતો જાહેર કરાઇ નથી પણ સુત્રોએ જણાવ્યું કે અમદાવાદ, ભુજ અને ગાંધીધામથી આઠ શખ્સોને ઉઠાવાયા છે. જેમની તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમ અંગે પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારે સમર્થન આપ્યું હતુ અને ટુંક સમયમાં આ અંગે પોલીસે વિસ્તૃત તપાસ સાથે સામે આવશે તેવું જણાવ્યું હતું.
અમદાવાદમાં ED ઓફિસર હોવાનું કહીને 1.50 કરોડની ઠગાઇ કરાઈ હતી
ગત વર્ષે ઓગસ્ટમાં અમદાવાદમાં ED અધિકારી હોવાનું કહીને એક ઠગે 1.50 કરોડ રૂપિયાની ઠગાઇ આચરી હતી. નકલી ED અધિકારી ઓમવીરસિંહે બોગસ આઈકાર્ડ બનાવ્યું હતું. જેમાં આઈ.આર.એસ, એડિશનલ ડાયરેકટર એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને ગર્વમેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું હતું. જેના આધારે એક વેપારીને ટેન્ડર અપાવાની લાલચ આપી 1.50 કરોડ પડાવ્યા હતા.