Kutchના કકરવા ગામ પાસે ટ્રકની ટક્કરે સર્જાયો ભયાનક અકસ્માત, 2ના મોત અને 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
કચ્છ જિલ્લામાં ખારોઈ અને કકરવા ગામ વચ્ચે એક અત્યંત કરુણ અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. પૂરઝડપે આવી રહેલા એક ટ્રકે બોલેરો ગાડીને જોરદાર ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી ભયાનક હતી કે બોલેરો કારનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૫થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
અકસ્માત સર્જાતાં જ આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો મદદ અર્થે દોડી આવ્યા હતા. બનાવ અંગે ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમોએ ઈજાગ્રસ્તોને બોલેરોમાંથી બહાર કાઢીને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. ઈજાગ્રસ્તો પૈકી અમુકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો અકસ્માત સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને તેમના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ ઉપરાંત હાઇવે પર સર્જાયેલા ટ્રાફિકજામને ખુલ્લો કરાવીને અકસ્માતે મોત અંગેનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ શરૂ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

