Kutchના અબડાસાના નરેડીમા ગામમાં નદીના પાણી ઘુસ્યા, લોકોને પડી રહી છે હાલાકી

અબડાસાના નરેડીમાં નદીના પાણી ગામમાં ઘુસ્યા ભારે વરસાદના પગલે નદી બે કાંઠે વહી રહી છેપાણીના કારણે લોકોના મકાનો ડૂબ્યા કચ્છના અબડાસાના નરેડી ગામમાં નદીના પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,પાણી લોકોના ઘર સુધી પણ પહોંચ્યા છે,જેના કારણે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે.સ્થાનિકોની ઘર સામગ્રી પાણીમાં તરવા લાગી છે,ત્યારે તંત્ર દ્રારા સમગ્ર પરિસ્થિતિને લઈ તાગ મેળવવામાં આવી રહ્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,દર ચોમાસામાં આ રીતે વરસાદી પાણી ભરાઈ રહ્યાં છે. સફેદ રણમાં પણ ભરાયા પાણી કચ્છમાં ભારે વરસાદ બાદ સફેદ રણ પણ દરિયો બન્યું છે. વરસાદથી જગ વિખ્યાત સફેદ રણ દરિયો બન્યું છે. સફેદ રણમાં જ્યાં નજર ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રણમાં પર આવેલા વોચ ટાવર સુધી પાણી પહોંચ્યા છે. સફેદ રણમાં દરિયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. બીજી બાજુ, કચ્છના નખત્રાણામાં ભારે વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. કચ્છમાં ભારે વરસાદ સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ રોદ્રરૂપ ધારણ કર્યું છે. સાંજના 4 વાગ્યા સુધીમાં 229 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ જોઈએ કે કચ્છ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. આજે સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં કચ્છના નખત્રાણામાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. માંડવીમાં સવા ચાર ઈંચ, ભૂજમાં બે ઈંચ, મુંદ્રામાં પોણા બે ઈંચ, ભચાઉ, રાપર અને અંજારમાં એક એક ઈંચ, ગાંધીધામમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે. ગુજરાતમાં લોકોનું સ્થળાંતર કરાયું રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.તદ અનુસાર સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૪૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ ૬૩.૩૬ મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે.  

Kutchના અબડાસાના નરેડીમા ગામમાં નદીના પાણી ઘુસ્યા, લોકોને પડી રહી છે હાલાકી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અબડાસાના નરેડીમાં નદીના પાણી ગામમાં ઘુસ્યા
  • ભારે વરસાદના પગલે નદી બે કાંઠે વહી રહી છે
  • પાણીના કારણે લોકોના મકાનો ડૂબ્યા

કચ્છના અબડાસાના નરેડી ગામમાં નદીના પાણી ઘુસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે,પાણી લોકોના ઘર સુધી પણ પહોંચ્યા છે,જેના કારણે લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે.સ્થાનિકોની ઘર સામગ્રી પાણીમાં તરવા લાગી છે,ત્યારે તંત્ર દ્રારા સમગ્ર પરિસ્થિતિને લઈ તાગ મેળવવામાં આવી રહ્યો છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,દર ચોમાસામાં આ રીતે વરસાદી પાણી ભરાઈ રહ્યાં છે.

સફેદ રણમાં પણ ભરાયા પાણી

કચ્છમાં ભારે વરસાદ બાદ સફેદ રણ પણ દરિયો બન્યું છે. વરસાદથી જગ વિખ્યાત સફેદ રણ દરિયો બન્યું છે. સફેદ રણમાં જ્યાં નજર ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. રણમાં પર આવેલા વોચ ટાવર સુધી પાણી પહોંચ્યા છે. સફેદ રણમાં દરિયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. બીજી બાજુ, કચ્છના નખત્રાણામાં ભારે વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે.

કચ્છમાં ભારે વરસાદ

સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ રોદ્રરૂપ ધારણ કર્યું છે. સાંજના 4 વાગ્યા સુધીમાં 229 તાલુકામાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ જોઈએ કે કચ્છ જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ પડ્યો છે. આજે સવારના છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં કચ્છના નખત્રાણામાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. માંડવીમાં સવા ચાર ઈંચ, ભૂજમાં બે ઈંચ, મુંદ્રામાં પોણા બે ઈંચ, ભચાઉ, રાપર અને અંજારમાં એક એક ઈંચ, ગાંધીધામમાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.


ગુજરાતમાં લોકોનું સ્થળાંતર કરાયું

રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૭,૮૨૭ લોકોનું સ્થળાંતર તેમજ ૧,૬૫૩ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે.અસરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ૧૩ અને SDRFની ૨૨ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ થઈ રહી છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં થયેલા ભારે અને વ્યાપક વરસાદ અંગેની વિગતો પણ ભુપેન્દ્ર પટેલે મેળવી હતી.તદ અનુસાર સમગ્ર રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૪૪ તાલુકામાં વરસાદ વરસ્યો છે. સરેરાશ ૬૩.૩૬ મી..મી વરસાદ આ સમયગાળામાં પડ્યો છે.