Anand News: પેટલાદના વિશ્નોલીમાં થયેલી બબાલમાં 3 FIR નોંધાઈ
આણંદમાં પેટલાદના વિશ્નોલીમાં થયેલી બે પરિવારો વચ્ચે માથાકૂટ થતાં ફોરવીલ ગાડી ચડાવી દેતા એકનુ મોત થયું હતું જ્યારે ધારિયા અને લાકડી વાગતા 3 ને ઇજા થઇ હતી. મારામારીના કેસમાં 6 સામે ગુનો નોંધાયો છે. મળતી માહિતી મુજબ, પેટલાદના વિશ્નોલીમાં થયેલી બબાલમાં 3 FIR નોંધાઈ છે. બે પરિવારોની માથાકૂટમાં આરોપીએ ગાડી ચડાવી દેતા એકનું મોત થયું હતું. ગાડી ચલાવનાર ઇમરાન પઠાણ સામે ગુનો નોંધાયો છે. ધારિયા અને લાકડી વાગતા 3 ને ઇજા થઇ હતી. અકસ્માત, મારામારીના કેસમાં 6 સામે ગુનો નોંધાયો છે.બે મુસ્લિમ પરિવાર વચ્ચે માથાફૂટ થઇ હતી. અને એક હિન્દુ મિત્ર તેમના ઘરે બેસવા આવ્યો હતો, તેનું ગાડી અકસ્માતમા મોત નીપજ્યું હતું. પોલીસે એક અકસ્માત અને બે મારામારીની જુદી જુદી ફરિયાદમાં 6 સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. મારુતિ ફ્રન્ટી ગાડી ચલાવનાર ઇમરાનખાન પઠાણ સામે ગુનો નોંધાયો છે. ગફલત ભરી રીતે વાહન ચલાવી મોત નીપજાવ્યાનો ગુનો નોંધાયો છે. આ માથાકૂટ જાંબુના ઝાડના ડાળખા કાપવા બાબતે માથાકૂટ થઇ હતી જે બાદ મામલો બિચકાયો હતો. બે જૂથ્થો ધારિયા અને લાકડીઓ લઇને સામસામે હુમલા કરવા લાગ્યા હતા જેમાં 3ને ઇજા થઇ હતી. સમગ્ર મામલે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદમાં પેટલાદના વિશ્નોલીમાં થયેલી બે પરિવારો વચ્ચે માથાકૂટ થતાં ફોરવીલ ગાડી ચડાવી દેતા એકનુ મોત થયું હતું જ્યારે ધારિયા અને લાકડી વાગતા 3 ને ઇજા થઇ હતી. મારામારીના કેસમાં 6 સામે ગુનો નોંધાયો છે.
મળતી માહિતી મુજબ, પેટલાદના વિશ્નોલીમાં થયેલી બબાલમાં 3 FIR નોંધાઈ છે. બે પરિવારોની માથાકૂટમાં આરોપીએ ગાડી ચડાવી દેતા એકનું મોત થયું હતું. ગાડી ચલાવનાર ઇમરાન પઠાણ સામે ગુનો નોંધાયો છે. ધારિયા અને લાકડી વાગતા 3 ને ઇજા થઇ હતી. અકસ્માત, મારામારીના કેસમાં 6 સામે ગુનો નોંધાયો છે.
બે મુસ્લિમ પરિવાર વચ્ચે માથાફૂટ થઇ હતી. અને એક હિન્દુ મિત્ર તેમના ઘરે બેસવા આવ્યો હતો, તેનું ગાડી અકસ્માતમા મોત નીપજ્યું હતું. પોલીસે એક અકસ્માત અને બે મારામારીની જુદી જુદી ફરિયાદમાં 6 સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે. મારુતિ ફ્રન્ટી ગાડી ચલાવનાર ઇમરાનખાન પઠાણ સામે ગુનો નોંધાયો છે. ગફલત ભરી રીતે વાહન ચલાવી મોત નીપજાવ્યાનો ગુનો નોંધાયો છે. આ માથાકૂટ જાંબુના ઝાડના ડાળખા કાપવા બાબતે માથાકૂટ થઇ હતી જે બાદ મામલો બિચકાયો હતો. બે જૂથ્થો ધારિયા અને લાકડીઓ લઇને સામસામે હુમલા કરવા લાગ્યા હતા જેમાં 3ને ઇજા થઇ હતી. સમગ્ર મામલે મહેળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.